તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારની ભૂમિકા:ફેરિયાઓને વ્યવસાય માટેની પરવાનગી આપવાની અનિચ્છા પર સરકાર મક્કમ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શરતો-ધોરણોને આધીન પણ ફેરિયાઓ યોગ્ય અમલબજાવણી કરશે કે એની ખાતરી નથી

ફેરિયાઓ પર નિયંત્રણ રાખવું શક્ય ન હોવાથી અત્યારના કોરોનાના સમયગાળામાં તેમ જ લોકડાઉન પછી પણ ફેરિયાઓને વ્યવસાય કરવા દેવાની પરવાનગી આપવાની ઈચ્છા નથી એમ સ્પષ્ટ કરતા રાજ્ય સરકારે ફેરિયાઓ બાબતની પોતાની ભૂમિકાનો હાઈ કોર્ટમાં પુનરુચ્ચાર કર્યો હતો.

ફેરિયાઓ માટે અત્યારે કોઈ ધોરણ નથી અને અત્યારના કોરોનાના સંકટમાં એ તૈયાર કરવાનો અમારો કોઈ વિચાર નથી. તેમના કારણે સંક્રમણનું જોખમ હોવાથી ગુજરાન ચલાવવા તેમને વ્યવસાય કરવાની પરવાનગી આપી શકાય નહીં એવીભૂમિકા સરકારે આ પહેલાં રજૂ કરી હતી. આ સમયે હોટેલ્સ, રેસ્ટોરંટ્સને કેટલીક શરતો પર પરવાનગી આપવામાં આવી છે. તેથી જરૂરી ધ્યાન રાખવાની શરતે રાજ્ય સરકાર ફેરિયાઓને પરવાનગી આપશે તો અમને એમાં વાંધો નથી એમ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું હતું.

ફેરિયાઓ અસંગઠિત ક્ષેત્રમાં આવે છે અને તેથી તેમના વ્યવસાય પર નિયંત્રણ રાખવું ખૂબ મુશ્કેલ છે
ફેરિયાઓ માટે અમારું પોતાનું ધોરણ નથી પણ સરકાર ધોરણ તૈયાર કરશે તો ફેરિયાઓને વ્યવસાય માટે પરવાનગી આપવામાં આવશે એમ મહાપાલિકા તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. આ પાર્શ્વભૂમિ પર કોર્ટે રાજ્ય સરકારને ફરીથી પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવાનો આદેશ આપ્યો હતો.એ અનુસાર રાજ્ય સરકારે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરીને ફેરિયાઓને હાલની સ્થિતિમાં વ્યવસાય કરવાના પરવાનગી આપી શકાતી નથી એવી ભૂમિકાનો પુનરુચ્ચાર કર્યો હતો. અત્યારની પરિસ્થિતિમાં વેપારના ટર્નઓવર પર કોરોનાની થયેલી અસરને ધ્યાનમાં રાખતા અથવા લોકડાઉન પછી પણ ફેરિયાઓને પરવાનગી આપી શકાતી નથી એમ પણ સરકારે એફિડેવિટમાં સ્પષ્ટ કર્યું છે. આપ્તકાલીન વ્યવસ્થાપન, મદદ અને પુનર્વસન વિભાગના સચિવ કિશોર નિંબાળકરે આ એફિડેવિટ રજૂ કર્યું હતું. ફેરિયાઓ અસંગઠિત ક્ષેત્રમાં આવે છે અને તેથી તેમના વ્યવસાય પર નિયંત્રણ રાખવું ખૂબ મુશ્કેલ છે. પરિણામે શરતો-ધોરણોને આધીન પણ ફેરિયાઓ દ્વારા યોગ્ય રીતે અમલબજાવણી કરવામાં આવશે કે એની ખાતરી નથી. એમાં વળી પોલીસ અને મહાપાલિકાના કર્મચારીઓ પર કોરોના સંબંધિત કામની ખૂબ તાણ છે. તેથી જ ફેરિયાઓને વ્યવસાય માટે પરવાનગી આપવાની અત્યારે કોઈ ઈચ્છા નથી. પ્રતિબંધિત ક્ષેત્રની બહાર પણ અથવા જ્યાં લોકડાઉન નથી ત્યાં પણ ફેરિયાઓને વ્યવસાય કરવા પરવાનગી આપી શકાતી નથી એમ સરકારે મુખ્યત્ત્વે સ્પષ્ટ કર્યું છે.

ધોરણ તૈયાર કરવાની માગણી
લોકડાઉનને કારણે વિવિધ વસ્તુઓ, ફળો, શાકભાજી વેચતા ફેરિયાઓને ફટકો પડ્યો છે. લોકડાઉન-4થી હોટેલ્સ અને એવા આસ્થાપનાઓને છૂટ આપવામાં આવી. તેથી ફેરિયાઓને ગુજરાન ચલાવવા વ્યવસાય કરવાની પરવાનગી આપવા, એના માટે ધોરણ તૈયાર કરવાનો આદેશ આપવામાં આવે એવી માગણી પુણે સ્થિત મનોજ ઓસવાલે જનહિત અરજી દ્વારા કોર્ટમાં કરી છે.

અન્ય સમાચારો પણ છે...