તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસ:ટોલનાકા મુક્ત ભારતનો ઉદ્દેશ 4 માસમાં સાકાર થશે

મુંબઇ17 દિવસ પહેલા
 • કૉપી લિંક

દેશના બધા ટોલ પ્લાઝા સામેની કેશ લેન 15મી ફેબ્રુઆરીથી બંધ કરવામાં આવવાની હોઈ 2016થી શરૂ કરવામાં આવેલું ફાસ્ટેગ બધાં ફોર-વ્હીલર વાહનો માટે અનિવાર્ય બની ગયું છે, પરિવહન મંત્રાલયે દેશભરના વાહનોનું પરિવહન સરળ બને તે માટે જીપીએસ ટેકનોલોજી આધારિત ટોલ વસૂલી કરવાનું નકકી કર્યું છે. આ સંપૂર્ણ પ્રક્રિયા માટે 2 વર્ષનો સમયગાળો ચશે.

દરમિયાન વ્હીલ્સઆઈ જેવી લોજિસ્ટિક ચેક સ્ટાર્ટઅપની મદદથી જીપીએસ- આધારિત ટોલ સંકલન પ્રણાલી 4 મહિનામાં કરવાનું શક્ય બનીને ટોલનાકા મુક્ત ભારતનો ઉદ્દેશ ટૂંક સમયમાં સાકાર થઈ શકે છે.તેના પ્રવક્તા સોનેશ જૈને જણાવ્યું હતું કે દેશના ટ્રેકિંગ સમુદાયને જીપીએસ આધારિત ટોલ સંકલન પ્રણાલી લાગુ થયા પછી મોટે પાયે ઇંધણની બચત કરી શકાશે. રોકડ રકમ લેતી વખતે ટોલ વ્યવહાર માટે કમસેકમ 30 સેકંડથી 1 મિનિટ લાગે છે, જેનાથી વાહનોની ભીડ થાય ત્યારે મુખ્ય મુશ્કેલી શરૂ થાય છે. નવી પ્રણાલીથી આ સમસ્યા દૂર થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો