જીવલેણ ભૂલ:મુંબઈમાં ઉંદર મારવાની પેસ્ટથી દાંત ઘસતાં યુવતીનું મોત નિપજ્યું, ટૂથપેસ્ટની સાથે ઝેરી પેસ્ટ મૂકી હતી!

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

મુંબઈના ધારાવી પરિસરમાં રહેતી અફસાના ખાને રવિવારે સવારે બ્રશ કરવા પેસ્ટ લીધી અને એ સવાર એની જિંદગીની છેલ્લી સવાર બની હતી. અફસાના ભૂલમાં ટૂથપેસ્ટના બદલે ઉંદર મારવા માટે રાખેલી ઝેરી પેસ્ટ બ્રશ પર લગાડી અને દાંત ઘસ્યા હતા. બાથરૂમમાં ટૂથપેસ્ટની બાજુમાં ઉંદર મારવાની પેસ્ટ રાખી અને આ ભૂલ જીવલેણ સાબિત થઈ હતી.

અફસાનાએ બ્રશ પર ઝેરી પેસ્ટ લગાડીને દાંત ઘસ્યા અને એને પેસ્ટની વાસ અને સ્વાદ પરથી શંકા આવી. પછી ભૂલમાં ભળતી પેસ્ટ લગાડી એમ એના ધ્યાનમાં આવ્યું હતું. એણે તરત કોગળા કરીને મોઢું ધોયું હતું. પણ મોઢું ધોતા સમયે અફસાનાને ચક્કર આવ્યા અને એની તબિયત લથડવાની શરૂઆત થઈ હતી. આ વાત એણે ઘરના લોકોને જણાવી અને કુટુંબીઓએ એક પળ ગુમાવ્યા વિના એને જે.જે. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી. જોકે સારવારથી પહેલાં જ ઉંદર મારવાની પેસ્ટનું ઝેર શરીરમાં ફેલાયું હતું અને સાંજે અફસાનાનું મૃત્યુ થયું હતું.

અફસાનાનું શિક્ષણ અધુરુ રહ્યું હતું અને એ ઘરે જ રહેતી હતી. એના કુટુંબમાં માતા, 20 વર્ષની બહેન અને બે નાના ભાઈ છે. માતા ફળો વેચીને ગુજરાન ચલાવે છે. બહેન પણ ઘરે જ રહેતી. પોલીસે આ પ્રકરણમાં એડીઆર દાખલ કરીને અફસાનાની માતાનો જવાબ નોંધ્યો હતો. એની માતાએ તમામ બીના પોલીસને જણાવી હતી અને આ પ્રકરણમાં પોતાને કોઈના પર શંકા નથી એમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...