સુનાવણી:અરજીની સુનાવણીમાં વિલંબ માટે ગાવિત બહેનો જવાબદાર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 વર્ષ પછી ફાંસીની સજા જન્મટીપમાં ફેરવવાની અરજી પર સુનાવણી શરૂ

1996માં થયેલા બાલહત્યાકાંડ પ્રકરણે ફાંસીની સજા મેળવનાર કોલ્હાપુર ખાતેની બહેનો રેણુકા શિંદે અને સીમા ગાવિતે ફાંસીની સજાનું રૂપાંતર જન્મટીપમાં કરવાની માગણી માટે કરેલી અરજી પરની સુનાવણીમાં વિલંબ માટે આ બંને જ જવાબદાર હોવાનો દાવો રાજ્ય સરકારે કર્યો છે. સમયના અભાવે અરજી સુનાવણી માટે આવી ન હોવાનું રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યુ છે. દરમિયાન સાત વર્ષ પછી ગાવિત બહેનોની અરજી પર અંતિમ સુનાવણી શરૂ થઈ હતી. રાષ્ટ્રપતિએ દયાની અરજી ફગાવી દીધા પછી ફાંસીની સજાનું રૂપાંતર જન્મટીપમાં કરવાની માગણી માટે ગાવિત બહેનોએ 2014માં હાઈ કોર્ટમાં દાદ માગી હતી.

કોર્ટે પણ તેમની ફાંસીની સજા પર વચગાળાનો સ્ટે આપીને પ્રકરણ અંતિમ સુનાવણી માટે રાખ્યું હતું. એ પછી સાત વર્ષે સુનાવણી શરૂ થઈ છે. અત્યાર સુધી રાજ્ય સરકારે આ અરજી પરની ઝડપી સુનાવણી માટે કંઈ જ કર્યું ન હોવા પરથી કોર્ટે સરકારને ફટકારી હતી.

આ વિલંબ માટે કારણ સ્પષ્ટ કરવાનો આદેશ આપ્યો હતો.ગૃહ વિભાગના ઉપસચિવ અનિરુદ્ધ જેવલીકરે આ પ્રકરણે એફિડેવિટ રજૂ કરીને વિલંબ માટે રાજ્ય સરકાર જવાબદાર ન હોવાનો દાવો કર્યો હતો. ફાંસીની સજાની અમલબજાવણી માટે વચગાળાનો સ્ટે આપ્યા પછી 2015માં અરજી સુનાવણી માટે આવી હતી. એ સમયે કોર્ટે અરજી પર ઝડપથી સુનાવણી લેવાનું નોંધ્યું હતું. 1 જાન્યુઆરી 2016ના અરજી સુનાવણી માટે આવી હતી.

જન્મટીપની માગણી ફગાવી દેવાની માગણી
જેલમાં ગાવિક બહેનોની વર્તણુક બરોબર નથી. સહઆરોપીઓને ધમકાવવા પ્રકરણે તેમના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી હોવાનો દાવો સરકારે એફિડેવિટમાં કર્યો છે. ઉપરાંત ગાવિત બહેનોએ 9 બાળકોનું અપહરણ કરીને તેમની નિર્ધુણ હત્યા કર્યાના ગંભીર આરોપ હેઠળ ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. તેમની દયાની અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. તેથી તેમની ફાંસીની સજાનું રૂપાંતર જન્મટીપમાં કરવાની માગણી ફગાવી દો એવી માગણી સરકારે કરી છે.

અન્ય સમાચારો પણ છે...