ભાસ્કર વિશેષ:ભાવિ જીવનસાથી વેક્સિનેટેડ હોવું જોઈએ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ સહિત રાજ્યમાં 20થી 70 વયજૂથમાં કરાયેલું સર્વે : 75 % વર-વધૂની અપેક્ષા

સુશિક્ષિત, સમજદાર અને રસીકરણ પૂરું થયું હોય તેવો જીવનસાથી જોઈએ એવી અપેક્ષા 75.5 ટકા લગ્ન ઈચ્છુક વર- વધૂ રાખતાં હોવાનું એક મેટ્રોમોનીના સર્વેક્ષણમાં તારણ નીકળ્યું છે. તેમાં મહારાષ્ટ્રમાંથી 121 જણને આવરી લેવામાં આવ્યા હતા.તાજેતરની કોવિડની પરિસ્થિતિમાં ભાવિ જીવનસાથી વેક્સિનેટેડ જ જોઈએ એવી વર- વધૂની નવી અપેક્ષા છે. પવિત્રવિવાહ મેટ્રિમોની સંસ્થાએ કરેલા સર્વેક્ષણમાં આ સામે આવ્યું છે. 21.5 ટકાએ વેક્સિનેશન બાબતે વિચારતા નહીં હોવાનું જણાવ્યું છે.

આ મેટ્રિમોની સંસ્થા તરફથી 15મી સપ્ટેમ્બરથી 15મી ઓક્ટોબર, 2021 દરમિયાન પેન્ડેમિક દરમિયાન લગ્નની સ્થિતિ નામે ઓનલાઈન સર્વેક્ષણ થકી યુવાનોના લગ્ન સંબંધી નિર્ણયો, વિચારો વિશે અનેક મહત્ત્વના મુદ્દા સામે આવ્યા છે.મહારાષ્ટ્રમાંથી મુંબઈ, પુણે, થાણે, રત્નાગિરિ, કોલ્હાપુર, નાશિક, ચંદ્રપુર, અહમદનગર વિસ્તારમાંથી 20થી વધુ વયજૂથના 121 નાગરિકોએ આ સર્વેમાં ભાગ લીધો હતો, જ્યારે 63.6 ટકા પુરુષ અને 35.5 ટકા મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં સૌથી વધુ સમાવેશ મુંબઈગરાનો હોઈ 71.1 ટકા મુંબઈગરાએ તેમના મત રજૂ કર્યા હતા.

કોવિડની સ્થિતિને લીધે 63.3 ટકા યુવાઓએ તેમનાં લગ્ન લંબાવ્યાં હોવાનું સામે આવ્યું છે. 57.9 ટકાએ ઈનડોર અને 27.3 ટકાએ આઉટડોર લગ્ન સમારંભને અગ્રતા આપી છે. હાલમાં વર્ચ્યુઅલ મેરેજનો ટ્રેન્ડ શરૂ થયો છે.જોકે ભવિષ્યમાં વર્ચ્યુઅલ મેરેજ કરતાં પારંપરિક પદ્ધતિથી લગ્ન કરવાની પસંદગી અપાશે એવો મત 52.9 ટકાએ રજૂ કર્યો છે ત્યારે કદાચ આ ટ્રેન્ડ ચાલુ રહેશે એવું 24.8 ટકાનું કહેવું છે.

કોવિડનાં નિયંત્રણોને લીધે અનેક લોકો ગૂગલ મીટ, સોશિયલ મિડિયા દ્વારા લગ્ન સમારંભની ઉજવણી પર ભાર આપી રહ્યા છે. હાલની પરિસ્થિતિ જોતાં આ માર્ગ સગવડદાયી હોવા છતાં આપણી પરાપૂર્વથી ચાલી આવતી લગ્નની સંસ્કૃતિ જોતાં આવનારા સમયમાં ઠાઠમાઠમાં લગ્ન કરવા પર યુવાઓ ભાર આપશે, એમ પવિત્રવિવાહના સંચાલક ઋષિકેશ કદમે જણાવ્યું હતું.

સર્વેક્ષણના મુખ્ય મુદ્દાઓ
આખા મહારાષ્ટ્રમાંથી 121 જણન સમાવેશ કરવામાં આવ્યો હતો. આમાં 63.67 ટકા પુરુષો અને 35.5 ટકા મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 21થી 30 વયજૂથના 23.1 ટકા, 31થી 40 વયજૂથના 31.4 ટકા યુવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં 52.9 નોકરિયાતો અને 27.3 ટકા સ્વરોજગારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...