તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • The Future Of Vasai Bhiwandi's Stone Crusher Units And Brick Kilns Is Rs. 100 Crore Bank Loan Likely To Become NPA

નુકસાન:વસઈ- ભિવંડીનાં સ્ટોન ક્રશર યુનિટો અને ઈંટભઠ્ઠીઓનું ભાવિ અધ્ધર, રૂ. 100 કરોડની બૅન્ક લોન એનપીએ થઈ જવાની શક્યતા

મુંબઇ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ચાર ગામોમાં કરાયેલું રૂ. 190 કરોડનું રોકાણ વ્યર્થ

તુંગારેશ્વર વાઈલ્ડ લાઈફ સેન્ચુરીના ઈકો સેન્સિટિવ ઝોન હેઠળ પાયે, પાયેગાંવ, બ્રાહ્મણગાંવ, ખરડી નામનાં ૪ ગામોનો સમાવેશ કરાતાં ત્યાં ખાતેના તમામ સ્ટોન ક્રશર એકમો અને ઈંટની ભઠ્ઠીઓ નવેમ્બર ૨૦૧૯થી સાવ બંધ પડી જતાં ૧૦,૦૦૦ આદિવાસી ગ્રામીણો, ૫૦૦૦ પરપ્રાંતીય મજદૂરો ઉપરાંત ઑપરેટરો, માઈનિંગ મજૂરો, ડ્રાઈવરો, સેવકો, મિકેનિક્સ, ઈલેટ્રિશિયન, ટ્રાન્સપોર્ટર્સ, હોટેલવાળાઓ, સુરક્ષા કર્મીઓ, હાઉસકીપિંગ વ્યવસાયીઓ બેકાર બની ગયા છે. આ ૪ ગામડાંઓનું અર્થતંત્ર પડી ભાંગ્યું છે. આ ૪ ગામડાંના એકમોમાં રૂ. ૧૯૦ કરોડનું જે મૂડીરોકાણ કરાયું છે તે વ્યર્થ ગયું છે, આમાં, રૂ. ૧૦૦ કરોડની બૅન્ક લોનનો જે હિસ્સો છે તે એનપીએ થઈ જવાની દહેશત છે.

૨૪ ડિસેમ્બર ૨૦૧૮ના બહાર પડેલા ગેઝેટમાં તુંગારેશ્વર વાઈલ્ડ લાઈફ સેન્ચુરીના ઈકો સેન્સિટિવ ઝોનમાં આ ૪ ગામડાંઓનો સમાવેશ કરાયો હતો. આ સામે ગ્રામ પંચાયત, સ્થાનિક સાંસદ, વિધાનસભ્ય અને શ્રમિક સંગઠનના વિરોધને ગણકારવામાં આવ્યો નહોતો. તા. ૬ માર્ચ ૨૦૧૯ના ૩૪મી એક્સપર્ટ કમિટીની મીટિંગ વેળા મહારાષ્ટ્ર સરકારે ઈકો સેન્સિટિવ ઝોનની સૂચિત સરહદોમાંથી આ ગામડાંઓને બાકાત રાખવાની ભલામણ કરી હતી, પણ કશું થયું નહોતું.

ત્યાર બાદ તા. ૧૮ જુલાઈ ૨૦૧૯ના મળેલી ૩૬મી એક્સપર્ટ કમિટી મીટિંગમાં મહારાષ્ટ્ર સરકારની વિનંતીને ફગાવી દેવાઈ હતી અને ગેઝેટને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો. તા. ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૯ની તારીખના તુંગારેશ્વર વાઈલ્ડ લાઈફ સેન્ચુરી ગેઝેટમાંમહારાષ્ટ્ર સરકારના વન વિભાગે ઈકો સેન્સિટિવ ઝોનમાં ૩૮૧.૭૫૭ હેક્ટર ખાનગી જમીન આવરી લીધી હતી અને તેમાં આ ૪ ગામડાંનો પણ સમાવેશ તેમાં થઈ ગયો હતો. આથી રેવન્યુ વિભાગ (કલેક્ટર)એ તા. ૧ ઓક્ટોબર ૨૦૧૯ના સ્ટોપ વર્ક નોટિસ બહાર પાડતાં તમામ એકમો-ભઠ્ઠીઓ બંધ પડી ગયાં હતાં.

પાયે બ્રાહ્મણગાંવ માઈનિંગ એન્ડ સ્ટોન ક્રશર્સ ઑનર્સ ઍસોસિયેશનના પ્રમુખ કાંતિલાલ ગણપત દેવલીકરે જણાવ્યું હતું કે આ ૪ ગામડાંઓની પથરાળ જમીન હોવાથી અત્રે ખેતીવાડી થતી નથી. આથી આદિવાસી ગ્રામીણો માટે આવકનું બીજું સાધન નથી. દરેક ક્રશર યુનિટમાં ૬૫થી ૧૦૦ જણાને રોજગારી મળતી હતી. આથી સીધી આડકતરી રીતે ૨૦,૦૦૦ માણસો બેકાર થઈ ગયા છે. આમાં મહારાષ્ટ્ર સરકારે રોયલ્ટીની કરોડો રૂપિયાની આવક ગુમાવી છે. આ ઉપરાંત જીએસટી અને આવકવેરાની આવક પણ સરકારે ગુમાવી છે. ઍસોશિયેશને મહારાષ્ટ્ર સરકાર તેમ જ કેન્દ્રના એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ, ક્લાઈમેટ ચેન્જ મંત્રાલય સમક્ષ અનેકવાર રજૂઆતો કરી છે, પણ કશું થતું નથી.

અન્ય સમાચારો પણ છે...