નિર્ણય:મુંબઈમાં બેસ્ટ બસમાં પોલીસ માટે મફત પ્રવાસ પહેલી જૂનથી બંધ થશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્રવાસ ખર્ચ માટે પગારમાં પ્રવાસભથ્થુ શરૂ કરવાનો નિર્ણય

મુંબઈમાં બેસ્ટની બસમાં પોલીસ માટે મફત પ્રવાસ હવે બંધ થશે. બેસ્ટે પોલીસ અધિકારી અથવા કર્મચારીઓને કોઈ પણ પ્રકારના મફત પાસ આપવા નહીં એમ મુંબઈ પોલીસે બેસ્ટ પ્રશાસનને જણાવ્યું છે. તેથી મુંબઈ પોલીસે 1 જૂનથી બેસ્ટની બસમાં પ્રવાસ કરવો હશે તો રૂપિયા ચુકવીને ટિકિટ કઢાવવી પડશે. આ નિર્ણયના કારણે પોલીસ દળમાં નારાજગી છે.

મુંબઈ પોલીસ દળના અધિકારીઓ અને કર્મચારીઓને મફત પ્રવાસની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી હતી. ફરજ પર હાજર થતા, ઘરે જતા સમયે અથવા બીજા કોઈ કામ માટે બેસ્ટની બસમાં પ્રવાસ કરવા માટે પોલીસને મફત પાસ આપવામાં આવે છે. આ પાસ બાબતે બેસ્ટ પ્રશાસને બિલ મોકલ્યા પછી પોલીસ દળ તરફથી આ રૂપિયા ચુકવવામાં આવતા હતા.

જો કે 1 જૂનથી આ કાર્યપદ્ધતિ બંધ કરવાનો નિર્ણય મુંબઈ પોલીસ કમિશનરે લીધો છે. મુંબઈ પોલીસને રોજિંદા કામ માટે વાહન આપવામાં આવ્યા છે. એમાં મોટા ભાગના અધિકારીઓ પોતાનું વાહન વાપરે છે. કર્મચારીઓ મોટી સંખ્યામાં બેસ્ટની બસમાં પ્રવાસ કરે છે. તેથી આ નિર્ણયનો સૌથી મોટો ફટકો તેમને પડશે.

બેસ્ટ બસનો મફત પ્રવાસ બંધ કરતા પોલીસ અધિકારી, કર્મચારીઓને પ્રવાસખર્ચ મળે એના માટે કમિશનરે પગારમાં પ્રવાસભથ્થુ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જો કે આ ભથ્થુ કેટલું હશે એની માહિતી નથી. તેથી બેસ્ટનો મફત પ્રવાસ સારો હતો કે પ્રવાસભથ્થાનો નિર્ણય યોગ્ય છે એ પગાર મળ્યા બાદ જ સમજાશે એવી પ્રતિક્રિયા અનેક પોલીસે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...