તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • The Forests Around Mumbai Will Now Be Monitored By The Forest Department Through Drones, Illegal Activities Continue In The Forests

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેકનોલોજી:મુંબઈ આસપાસનાં જંગલો પર હવે ડ્રોનથી વન વિભાગની નજર રહેશે, જંગલોમાં ગેરકાયદે કૃત્યો  ચાલુ

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકડાઉન હોવા છતાં જંગલોમાં ગેરકાયદે કૃત્યો ચાલુ છે

મુંબઈ અને થાણેની આસપાસ ફેલાયેલા વન ક્ષેત્રોમાં હવે ડ્રોનની મદદતી દેખરેખ રાખવી શક્ય થશે. યેઉર એન્વાયર્મેંટલ સોસાયટીના સંસ્થાપક રોહિત જોશીના પ્રયત્નોથી આ ઉપક્રમની શરૂઆત વન વિભાગે કરી હતી. પશ્ચિમ વિભાગના મુખ્ય વનસંરક્ષક સચિવ સુનીલ લિમયેની મુખ્ય ઉપસ્થિતિમાં યેઉર અને તુંગારેશ્વર ખાતે ડ્રોનના માધ્યમથી જંગલમાં પહેલુ સફળ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જંગલ સંવર્ધન અને વન કર્મચારીઓની સુવિધા માટે આધુનિક ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવો સમયની જરૂરિયાત છે. 
ડ્રોનના માધ્યમથી વન વિભાગને મોટો ફાયદો
મુંબઈ સહિત દેશમાં અત્યારે કોરોનાની પાર્શ્વભૂમિ પર લોકડાઉન લાગુ છે. છતાં મુંબઈની આસપાસના વન ક્ષેત્રમાં ગેરકાયદે કૃત્યો બંધ થયા નથી. ઉલટાનું એમાં છેલ્લા થોડા દિવસોમાં વધારો થયો હોવાનું વન વિભાગના ધ્યાનમાં આવ્યું છે. એમાં મુખ્યત્ત્વે ગેરકાયદે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ, જંગલી જાનવરોનો ગેરકાયદે શિકાર, વૃક્ષોની કાપણી અને ગેરકાયદે બાંધકામનો સમાવેશ છે. આ ભાગ મુખ્યત્ત્વે નાના મોટા ડુંગરોના ચઢાણ અને ઢોળાવવાળા હોવાથી કોઈ ઠેકાણે વહેલાસર પહોંચવાનું વન વિભાગની પેટ્રોલિંગ ટીમ માટે શક્ય થતું નથી. એનો ફાયદો ઉઠાવતા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ જાય છે. તેથી પ્રતિબંધિત જંગલ ક્ષેત્રોમાં થતા ગુનાઓ પર નિયંત્રણ મળવવું મુશ્કેલ થાય છે. જોકે હવે ડ્રોનના માધ્યમથી વન વિભાગને મોટો ફાયદો થશે. ડ્રોનનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવે તો પેટ્રોલિંગ કરતી ટીમના સમયમાં ૮૦ ટકા જેટલી બચત થઈ શકે છે. એ સાથે જ જંગલમાં ચલાવવામાં આવતા ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠીઓ, જંગલી પ્રાણીઓનો ગેરકાયદે શિકાર, તેમના માટે ગોઠવવામાં આવતા છટકા જેવી બાબતો રોકી શકાશે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો