રાહત:મુંબઈને પાણી પુરવઠો કરતાં સાતેય જળાશયોની છલોછલ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષની તુલનામાં વરસાદની ટકાવારી ઓછી થઈ

મુંબઈમાં રવિવારે સવારે 8.30 સુધી કુલ મોસમનો વરસાદ કોલાબામાં ૧૦૧.૭૩ ટકા અને સાંતાક્રુઝમાં ૧૧૭.૦૩ ટકા નોંધાયો છે, જે ગયા વર્ષે આ જ સમયગાળા સુધી અનુક્રમે ૧૪૪.૯૭ ટકા અને ૧૩૭.૯૮ ટકા નોંધાયો હતો. કોલાબામાં વાર્ષિક ૯૨ ઈંચ વરસાદ પડે છે, જ્યારે સાંતાક્રુઝમાં ૧૦૮ ઈંચ પડે છે, જેની સામે હમણાં સુધી અનુક્રમે ૯૩ ઈંચ અને ૧૨૬ ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં અનુક્રમે ૧૩૩ ઈંચ અને ૧૪૮ ઈંચ વરસાદ પડ્યો હતો.3

જોકે જળાશયોમાં સારો વરસાદ પડ્યો હોવાથી છેલ્લાં ત્રણ વર્ષથી સરખામણીએ તેમાં વધુ પાણી જમા છે, જેને કારણે આગામી લગભગ આખું વર્ષ પાણીકાપનું ટેન્શન નહીં રહેશે. રવિવારે સવારે 6 સુધી સાત જળાશયમાં ૧૪,૩૩,૭૧૪ મિલિયન લિટર પીવાલાયક પાણી હતું. 2020માં તે ૧૪,૨૭,૩૩૧ મિલિયન લિટર હતું, જ્યારે 2019માં ૧૪,૩૩,૫૩૧ મિલિયન લિટર હતું.મુંબઈને આખું વર્ષ પાણી ચાલતું રહે તે માટે સાતેય જળાશયોમાં 14,47,363 મિલિયન લિટર પાણીની આવશ્યકતા રહે છે.

આ જળાશયોમાંથી રોજ 4200 મિલિયન લિટર પાણીની માગણી સામે મુંબઈને રોજ 3800 મિલિયન લિટર પાણી પુરવઠો કરવામાં આવે છે. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં તુલસી અને વિહાર જળાશય છે, જેમાં બંને 16 જુલાઈએ છલકાઈ ગયાં છે. થાણે જિલ્લામાં આવેલા મોડકસાગર અને તાનસા જળાશય 22 જુલાઈએ છલકાઈ ગયાં છે.

કયાં જળાશયમાં કેટલું પાણી
અપ્પર વૈતરણાની છલવાની સપાટી 603.51 મિલિયન લિટર છે, જેમાં હાલમાં 60૩.૫૦ મિલિયન લિટર પાણી છે. હમણાં સુધી તેમાં ૧૦૨ ઈંચ વરસાદ પડ્યો છે. મોડકસાગરની છલકાવાની સપાટી 163.15 મિલિયન લિટર સામે હાલ તેમાં ૧૬૩.૧૬ મિલિયન લિટર પાણી છે, જેમાં હમણાં સુધી ૧૩૮ ઈંચ વરસાદ પડ્યો છે.તાનસાની છલકાવાની સપાટી 128.63 મિલિયન લિટર છે, જેમાં હાલમાં 128.૫૪ મિલિયન લિટર પાણી છે, જેમાં ૧૨૦ ઈંચ વરસાદ પડ્યો છે.

મધ્ય વૈતરણાની છલકાવાની સપાટી 285.00 મિલિયન લિટર છે, જેમાં હાલ ૨૮૩.૮૦ મિલિયન લિટર પાણી છે, જેમાં ૧૦૮ ઈંચ વરસાદ પડ્યો છે.ભાતસાની છલકાવાની સપાટી 142.07 મિલિયન લિટર છે, જેમાં હાલ ૧૪૧.૮૯ મિલિયન લિટર પાણી છે, જેમાં ૧૨૨ ઈંચ વરસાદ પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...