તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવૃત:મુંબઈ હાઈ કોર્ટના પ્રથમ મહિલા ચોપદાર નિવૃત થયા

મુંબઈ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પતિના આકસ્મિક નિધન બાદ બાળકોને ઉછેર્યા

મુંબઈ હાઈ કોર્ટના ઈતિહાસમાં પ્રથમ વખત ચોપદાર પદે (મેસ-બેરર) નિયુક્ત થયેલા 36 વર્ષીય અનિતા આત્મારામ મોરે અવિરત સેવા પછી નિવૃત થયા હતા. જુદો માર્ગ સ્વીકારનાર અને ખાસ કરીને પુરુષોના વર્ચસ્વવાળા પદ પોતે ક્યારેય કામ કરશે એવો વિચાર મોરેના મનમાં ક્યારેય આવ્યો નહોતો. જો કે 1982માં તેમના પતિ આત્મારામનું અકસ્માતે નિધન થયું અને અનિતા પર દુખનો ડુંગર તૂટી પડ્યો. પોતાના બે સંતાનોનું ભવિષ્ય કેવી રીતે સંભાળવું એવો વિચાર તેમના મનમાં આવ્યો હતો. આત્મારામ હાઈ કોર્ટમાં સિપાઈ તરીકે કાર્યરત હોવાથી તેમના નિધન પછી અનુકંપાના ધોરણે અનિતાને નોકરી મળી હતી.

જો કે એક બાળક છ મહિનાનું હોવાથી તેમના નોકરી કરવા પર કુટુંબીઓએ વિરોધ કર્યો હતો. જો કે અનિત આ નોકરી કરવા મક્કમ હતી. વિરોધને અવગણીને પોતાના બે બાળકો માટે દુખને વિસરી 1985માં અનિતા હાઈ કોર્ટની નોકરીમાં જોડાઈ. નોકરી કરવા સાથે બે બાળકોની સંભાળ કેવી રીતે રાખીશ એની ચિંતા તેને થઈ હતી. સાસરિયાઓએ મોઢું ફેરવી લીધું. આખરે ગામમાં રહેતા પોતાના માબાપ પાસે એણે બંને બાળકોને રાખ્યા અને કામ ચાલુ રાખ્યું.

નોકરીમાં સ્થિરતા આવ્યા પછી અને બાળકો થોડા મોટા થયા બાદ અનિતા બંને બાળકોને મુંબઈ લાવી અને તેમનું આગળનું શિક્ષણ પૂરું કરાવ્યું. શરૂઆતમાં અનિતા સિપાઈ તરીકે નોકરીમાં જોડાઈ. આગળ જજ કે.કે.બામે અનિતા પોતાને ચોપદાર તરીકે જોઈએ છે એવી વિનંતી કરી. એ પછી અનિતાને ચોપદાર પદે પ્રમોશન આપવામાં આવ્યું એમ અનિતાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો