ભાસ્કર વિશેષ:ભારતીય રેલવેની પ્રથમ પોડ હોટેલ મુંબઈમાં ખુલશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશી અને વિદેશી પર્યટકો રહેવા માટે નવો અને સોંઘો વિકલ્પ

ભારતીય રેલવેની પ્રથમ પોડ હોટેલની રાહ જોતા પર્યટકો માટે આનંદના સમાચાર છે. રેલવે પોડ હોટેલનો શુભારંભ દિવાળી પહેલાં કરવાનો નિર્ણય ઈંડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને લીધો છે. આ ઠેકાણે થોડા કલાક માટે પણ રહેવાનો વિકલ્પ પણ હોવાથી સામાન્ય નાગરિકોની પહોંચમાં હોય એટલા દર હશે. એ સાથે જ દેશી-વિદેશી પર્યટકોને રહેવા માટે નવો વિકલ્પ ઉપલબ્ધ થશે.

કોરોના પછી પર્યટન ક્ષેત્ર ફરીથી બેઠું થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય શહેર મુંબઈમાં દરજ્જાવાળી મોંઘી હોટેલ છે. પણ શહેરમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ તેમ જ એકલા પ્રવાસ કરનારાઓ માટે આધુનિક સુવિધાવાળી અને માફક દરમાં કલાક દીઠ ઉપલબ્ધ થનારી સુરક્ષિત જગ્યા મુંબઈમાં નથી. તેથી આઈઆરસીટીસીએ મુંબઈમાં પોડ હોટેલ ઊભી કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ સેંટ્રલ ખાતે 284 મીટર જગ્યામાં રેલવે પોડ ઊભું કરવાનું કામ ચાલુ છે.

એક પોડ માટે લગભગ 7 લાખ રૂપિયા ખર્ચ આવ્યો છે. પોડમાં કુલ 20 કેપ્સ્યુલ બેડની વ્યવસ્થા છે. કલાક અનુસારના દર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે એમ અધિકારીએ જણાવ્યું હતું. આઈઆરસીટીસીના પ્રથમ પોડનું કામ અંતિમ તબક્કામાં આવ્યું છે. આગામી રજાઓની મોસમ ધ્યાનમાં લેતા દિવાળી પહેલાં અર્થાત 31 ઓકટોબર અથવા 1 નવેમ્બરમાંથી એક દિવસ આ પોડ હોટેલનો શુભારંભ કરવાનું નિયોજન છે. આ બાબતે અધિકૃત ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવશે એમ આઈઆરસીટીસીના ગ્રુપ મેનેજર રાહુલ હિમાલયને જણાવ્યું હતું.

આવી હશે સુવિધાઓ
સ્વતંત્ર ચાર્જિંગ વ્યવસ્થા, વાયફાય, વ્યક્તિગત લોકર, વ્યક્તિગત લાઈટ, સ્વચ્છતાગૃહ, કેફેટેરિયા જેવી સુવિધાઓ પર્યટકોને આ પોડમાં મળશે. મરાઠી સહિત હિંદી અને અંગ્રેજી ભાષામાં રેલવેના પોડમાં સ્વાગત કરવામાં આવશે. પર્યટકોને ભાષાના કારણે અડચણ ન થાય એ માટેની સૂચનાનું પાલન કરવાનો સ્પષ્ટ આદેશ આઈઆરસીટીસીએ કોન્ટ્રેકટરોને આપ્યો છે. એકલો પ્રવાસી ઓછામાં ઓછા 4 અને વધુમાં વધુ 12 કલાક સુધી ઓછા ખર્ચમાં આરામ કરી શકે એ માટે પોડ સંકલ્પના અમલમાં મૂકાઈ છે.

અન્ય સમાચારો પણ છે...