તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:દક્ષિણ મુંબઈમાં મહાપાલિકાનું પ્રથમ બહુમજલી રોબોટિક પાર્કિંગ શરૂ થયું

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 21 માળના આ પાર્કિંગમાં 240 વાહનો માટે સુવિધા

મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો નહીં મળે તેમ વાહનો વસાવી શકાય છે પણ પાર્કિંગ માટે જગ્યા નથી એવો ઘાટ થયો છે. આથી લોકો આડધેડ વાહનો પાર્ક કરે છે, જેને લીધે અન્ય વાહનો અને રાહદારીઓ માટે અવરોધ પેદા થાય છો. પોલીસો માટે માથાનો દુખાવો સાબિત થાય છે. આનો એક ઉપાય તરીકે મહાપાલિકાએ બહુમજલી પાર્કિંગની યોજના ઘડી કાઢી છે.

પ્રથમ તબક્કામાં દક્ષિણ મુંબઈમાં ભૂલાભાઈ દેસાઈ રોડ ખાતે મહાપાલિકાના પ્રથમ બહુમજલી રોબોટિક અને ઓટોમેટિક પાર્કિંગનું ગુરુવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહાપાલિકા ક્ષેત્રમાં વાહનો ઊભાં કરવા ઉપલબ્ધ જગ્યાઓનો મહત્તમ સુયોગ્ય ઉપયોગ કરવાની દષ્ટિએ સર્વ સ્તરીય પ્રયાસ, નિયોજન અને અમલબજાવણી કરવામાં આવી રહ્યા છે.

આ પાર્કિંગનું સ્થળ ડી વોર્ડમાં ભૂલાભાઈ દેસાઈ માર્ગ અને સુપ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિર નજીક હબટાઉન સ્કાયબે ઈમારતમાં છે, જે ગુરુવારથી મુંબઈગરાની સેવામાં રજૂ કરવામાં આવ્યું છે. ભોંયતળિયું વત્તા 20 એમ 21 માળના આ પાર્કિંગમાં 240 વાહનો પાર્ક કરવાની સુવિધા છે. તેના બે પ્રવેશદ્વાર અને બે એક્ઝિટ છે. આ ઓટોમેટિક પાર્કિંગમાં કલાકના 60 વાહન પાર્ક કરવાની ક્ષમતા છે.

તે સપ્તાહના બધા દિવસ અને 24 કલાક કાર્યરત રહેશે.80 ટકા ભારતીય સામગ્રીથી આ પ્રણાલી બનાવવામાં આવી છે, જ્યારે ફક્ત 20 ટકા આયાત કરવામાં આવી છે. કાર લિફ્ટમાં વાહન લાવવા- લઈ જવા માટે 2 મોટી લિફ્ટ છે. ઉપરાંત 2 શટલ ડિવાઈસ અને 2 સિલોમેટ ડોલી છે. કારને ટર્ન લેવા માટે 4 ઓટોમેટિક ટર્ન ટેબલ પણ તેમાં છે.

અન્ય સમાચારો પણ છે...