તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • The First Independent Vaccination Center For Tertiaries In Mumbai, More Than 100 Tertiaries Were Vaccinated At Vikhroli

વ્યવસ્થા:મુંબઈમાં તૃતીયપંથીઓ માટે પ્રથમ સ્વતંત્ર રસીકરણ કેન્દ્ર, વિક્રોલીમાં 100થી વધુ તૃતીયપંથીઓએ રસી લીધી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

તૃતીયપંથીઓ પણ રસીકરણનો લાભ લઈ શકે તે માટે ભારતનું પ્રથમ સ્વતંત્ર રસીકરણ કેન્દ્ર મુંબઈના વિક્રોલી વિસ્તારમાં મંગળવારથી શરૂ કરવામાં આવ્યું હતું. વિક્રોલી વિસ્તાર ધરાવતા એન વોર્ડમાં તૃતીયપંથી અને એલજીબીટી સમૂહ માટે સ્વતંત્ર રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું.મહાપાલિકા દ્વારા આ સંપૂર્ણ કેન્દ્ર ચલાવવામાં આવશે. આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ મંગળવારે આ કેન્દ્રનું ઉદઘાટન કર્યું. પ્રથમ દિવસે 100થી વધુ તૃતીયપંથી અને એલજીબીટી સમૂહના લાભાર્થીઓએ આ કેન્દ્રમાં આવીને રસી લીધી હતી.

આ કેન્દ્ર ચલાવવા માટે મહાપાલિકાને સામાજિક સંસ્થાઓએ ટેકો આપ્યો છે. આગામી છ મહિના માટે આ સ્વતંત્ર રસીકરણ કેન્દ્ર ચાલુ રાખવાનો મહાપાલિકાનો વિચાર છે. મંગળવારે સવારે 10 વાગ્યે કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું, જે સાથે નિયમિત રીતે આ કેન્દ્ર ચાલશે. એમ એન વોર્ડના તબીબી આરોગ્ય અધિકારી મહેન્દ્ર ખંદાડેએ જણાવ્યું હતું.મુંબઈમાં 1.25 લાખ તૃતીયપંથી : મુંબઈ અને આસપાસમાં લગભગ 1.25 લાખ તૃતીયપંથીઓ છે, જેમને બબ્બે ડોઝ મળી શકે તે માટે આ કેન્દ્ર આગામી છ મહિના સુધી ચાલુ રાખવામાં આવશે.

ખાસ કરીને તૃતીયપંથી પાસે કોઈ પણ ઓળખપત્ર નહીં હોય તો પણ તેઓ અહીં રસી લઈ શકશે. આથી સર્વ તૃતીયપંથીઓને વિક્રોલીના સેન્ટ જોસેફ વિશેષ રસીકરણ કેન્દ્રમાં આવીને લાભ લેવાનો અનુરોધ ખંદાડેએ કર્યો હતો. જો કોઈ પણ મૂંઝવણ હોય તોએન વોર્ડના વોર રૂમનો સંપર્ક કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...