તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:2021નું પ્રથમ હૃદય પ્રત્યારોપણ સફળ રહ્યું

મુંબઈ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

15 વર્ષના એક છોકરા પર હ્રદય પ્રત્યારોપણનું ઓપરેશન પાર પડતા એને જીવનદાન મળ્યું હતું. 2021માં મુંબઈમાં આ પ્રથમ હ્રદય પ્રત્યારોપણ ઓપરેશન હતું. આ ઓપરેશન અઢી કલાકમાં પૂરું થયું હતું. એક 45 વર્ષના દર્દીની પત્ની અને માતાએ એનું અવયવદાન કરવા સંમતિ આપી એ પછી આ ઓપરેશન થઈ શક્યું હતું. હ્રદયદાતા કેટાસ્ટ્રોફિક પોસ્ટેરિયર સર્ક્યુલેશન ઈનપાફવર્ટથી (ઈસ્કેમિક સ્ટ્રોક) પીડિત હતો. આ 45 વર્ષની વ્યક્તિનું મગજ મૃત અવસ્થામાં હોવાનું જણાયા પછી ડોકટરોએ એના કુટુંબીઓનું કાઉન્સેલિંગ કરીને એવયવદાન માટે સંમતિ મેળવી હતી. હ્રદય મેળવનાર વિદ્યાર્થીના શરીરમાં હ્રદય નકામુ થવાની સ્થિતિમાં હતું.

હવે દવાઓ લેતા રહેવું જરૂરી
હોસ્પિટલના પેડિયાટ્રીક કાર્ડિયોલોજીના વરિષ્ઠ સલાહકાર ડો. સ્વાતી ગરેકરને જણાવ્યું કે ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી ગંભીર બીમારી છે. આ વિદ્યાર્થીનું હ્રદય અત્યંત નબળું અને મોટું થાય છે. અનેક અડચણો પાર કરીને આ પ્રત્યારોપણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું. આગામી સમયમાં આ અવયવ એ વિદ્યાર્થીના શરીરને ન નકારે એ માટે યોગ્ય ધ્યાન લેતા દવાઓ લેતા રહેવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો