ભાસ્કર વિશેષ:નવી મુંબઈ એરપોર્ટ પરથી પ્રથમ વિમાન ડિસેમ્બર 2024માં જ ટેકઓફ કરશે

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • JNPT બંદર નજીક હોવાથી વર્ષે દોઢ લાખ મેટ્રિક ટન કાર્ગો જશે

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે છેલ્લા અનેક વર્ષોથી ડેડલાઈન આપનાર સિડકોએ હવે અંતિમ ડેડલાઈન આપી છે. સિડકોએ આખરે એરપોર્ટની અંતિમ તારીખ નક્કી કરી છે. નવી મુંબઈના નાગરિકો ત્રણ વર્ષ બાદ આ એરપોર્ટ પરથી વિમાનને ઉડતા જોશે. ડિસેમ્બર 2024માં નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પહેલું વિમાન ટેકઓફ્ફ કરશે. એરપોર્ટ સંબંધી સિડકોના એમડી સંજય મુખરજીએ એરપોર્ટની ડિઝાઈનવાળો ફોટો ટ્વિટર પર શેર કરીને 2024માં પ્રથમ વિમાન ટેકઓફ્ફ કરશે એમ જાહેર કર્યું છે. નવી મુંબઈ અને પનવેલના મધ્યભાગમાં લગભગ 24 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરીને આ એરપોર્ટ બાંધવામાં આવી રહ્યું છે.

વર્ષે 60 લાખ પ્રવાસીઓ આ એરપોર્ટનો ઉપયોગ કરશે. એરપોર્ટથી જેએનપીટી બંદર નજીક હોવાથી એનો ફાયદો થશે. ત્યાંથી વર્ષેદહાડે 1 લાખ 50 હજાર મેટ્રિક ટન કાર્ગો દેશ-વિદેશમાં જશે. આ એરપોર્ટના લીધે 1 લાખ સીધા અને અઢી લાખ નોકરી પરોક્ષ રીતે ઊભી થશે.

એરપોર્ટના નામકરણ બાબતે કેન્દ્ર સરકારે દેશમાં એકસૂત્રી ધોરણ નિશ્ચિત કરવું, એના માટે કેન્દ્ર સરકારના નવનિયુક્ત નાગરિક ઉડ્ડયન મંત્રીએ પ્રયત્ન કરીને ધોરણ નિશ્ચિત કરવા અગ્રતા આપવી એવો મત આ પહેલાં મુંબઈ હાઈ કોર્ટે વ્યક્ત કર્યો હતો. નવી મુંબઈના એરપોર્ટને સ્વર્ગસ્થ સામાજિક કાર્યકર્તા અને ભૂતપૂર્વ સંસદસભ્ય દિ.બા.પાટીલનું નામ આપવા માટે 25 હજાર જેટલા સ્થાનિક નાગરિકો રસ્તા પર ઉતર્યા હતા અને આંદોલન કર્યું હતું. આ સમયે કોરોનાના તમામ નિયમોને કોરાણે મૂકવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...