કામગીરી:આગના ઉગમસ્થાનથી જ ફાયર બોલ આગ બુઝાવશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાપાલિકા મુખ્યાલયમાં ફાયર બોલ મૂકાયા

આગની શરૂઆત થઈ હોય એ જ ઠેકાણે તરત નિયંત્રણ મેળવીને આગ બુઝાવતા ફાયર બોલને મુંબઈ મહાપાલિકા મુખ્યાલયની ઈમારતમાં ઠેકઠેકાણે મૂકવામાં આવ્યા છે. આગના સ્પોટ પર નિયંત્રણ મેળવવા માટે મુંબઈ અગ્નિશમન દળે ફાયર બોલનો પ્રયોગ કરવાનો નિર્ણય લીધો છે. આગના ઉગમસ્થાને જ બોલ નાખવામાં આવે તો એ બોલ ફૂટતા એમાંના રસાયણોને લીધે ફેસ તૈયાર થાય છે જેના લીધે આગનો ઓક્સિજન સાથે સંપર્ક ખંડિત થાય છે અને આગ બુઝાઈ જાય છે એવી માહિતી અગ્નિશમન દળના પ્રમુખ હેમંત પરબે આ માહિતી આપી હતી.

મુંબઈમાં દરરોજ આગ લાગવાના સરેરાશ 10 કોલ આપ્તકાલીન વિભાગ, અગ્નિશમન દળના નિયંત્રણ કક્ષમાં આવે છે. આગ નાની હોય છતાં સમયસર નિયંત્રણ મેળવવામાં ન આવે તો આગ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. પણ નાની આગ પર સમયસર નિયંત્રણ મેળવવા માટે ફાયર બોલ ઉપયોગી થાય છે.

આગ બુઝાવવા માટે રેતી અને ફાયર એક્સિટિંગ્વિશર કરતા ફાયર બોલ વાપરવો વધારે સહેલું છે. આ ફાયર બોલને લાંબેથી આગની દિશામાં ફેંકવામાં આવે છે. અનેક વખત ફાયર એક્સિટિંગ્વિશરનો નોબ કાઢવો સામાન્ય નાગરિકોને ફાવતું નથી. આવી પરિસ્થિતિમાં આગ બુઝાવવા માટે આ બોલ સહેલાઈથી વાપરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...