તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસી:સાયનહોસ્પિટલ માં ટૂંક સમયમાં કોવેક્સિનનો અંતિમ ટેસ્ટ થશે

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંતિમ ટેસ્ટમાં 1000 સ્વયંસેવકોને રસી અપાશે

ભારતમાં પણ કોરોના રસીની માનવી ટેસ્ટ અંતિમ તબક્કામાં પહોંચી છે. સાયન હોસ્પિટલમાં ટૂંક સમયમાં એની ટેસ્ટ શરૂ થશે. ભાર બાયોટેક કંપનીએ કોવેક્સિન રસી બનાવી છે. એનો ત્રીજો અને અંતિમ તબક્કો સાયન હોસ્પિટલમાં શરૂ થશે. એના માટે રાજ્ય સરકારની એથિક્સ કમિટીએ પરવાનગી આપી છે. કોવેક્સિનની ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં 1000 સ્વયંસેવકોને આ રસી આપવામાં આવશે. સ્વયંસેવક તરીકે અત્યાર સુધી 300 જણે નોંધણી કરાવી છે. ટેસ્ટ સફળ થયા પછી આ રસી ભારત બાયોટેક દેશની બજારોમાં લાવશે.દરમિયાન સાયન હોસ્પિટલમાં કોરોનાની કોવેક્સિન રસીની ટેસ્ટ સફળ થયા પછી સૌ પ્રથમ હોસ્પિટલના કોરોનાયોદ્ધાઓને આપવામાં આવશે.

એ પછી આ રસી બજારમાં ઉપલબ્ધ થશે એવી માહિતી સાયન હોસ્પિટલના ડીન ડો. મોહન જોશીએ આપી હતી. જેજે હોસ્પિટલમાં ટેસ્ટની શરૂઆત : ભારત બાયટેકની કોવેક્સિન રસીનું અંતિમ પરીક્ષણ રાજ્ય સરકારની જે. જે. હોસ્પિટલમાં શરૂ થઈ ગયું છે. આઈસીએમઆરના નિયમ અનુસાર દરેક સેંટરમાં ઓછામાં ઓછા 1000 સ્વયંસેવકોને આ રસી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો