તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મરાઠા અનામતની અંતિમ સુનાવણીની શરૂઆત હવે 8 માર્ચથી થશે. સુપ્રીમ કોર્ટમાં શુક્રવાર 5 ફેબ્રુઆરીના સુનાવણી શરૂ કરવાની માગણી રાજ્ય સરકારે કરી હતી. આ સમયે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો હતો. દરમિયાન સુપ્રીમ કોર્ટે જો 8 માર્ચ સુધી સુનાવણી શરૂ કરવામાં નહીં આવે તો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી થશે એમ સ્પષ્ટ કર્યું હતું. સુપ્રીમ કોર્ટે સુનાવણીનો સમયગાળો નિશ્ચિત કર્યો છે.
8 થી 18 માર્ચ દરમિયાન સુનાવણી પાર પડશે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન જ હકારાત્મક સંકેત આપતા ત્રણથી ચાર અઠવાડિયા પછી સુનાવણી શરૂ કરશું જેથી આ સમય સુધી કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હશે એમ જણાવ્યું હતું. રાજ્ય સરકારનો પક્ષ રજૂ કરતા વકીલ મુકુલ રોહતગીએ કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવ્યું કે રજિસ્ટ્રેશના કાગળપત્રોની પ્રિન્ટ કાઢવાની હોવાથી એ માટે બે અઠવાડિયાનો સમય લાગશે.
સુનાવણીનું ટાઈમટેબલ
વર્ચ્યુઅલ સુનાવણીમાં અડચણ આવતી હોવાથી કોર્ટમાં જ સુનાવણી કરવી એવી માગણી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. એના પર સુપ્રીમ કોર્ટે ટાઈમટેબલ તૈયાર કરી આપ્યું છે. એમાં સૌ પ્રથમ મરાઠા અનામતનો વિરોધ કરનારાઓ માટે સમય અનામત રાખવામાં આવ્યો છે. 8,9, અને 10 તારીખના તેઓ પોતાના પક્ષ રજૂ કરશે. એ પછી 12,15,16 અને 17 માર્ચના મરાઠા અનામતના સમર્થકો એટલે કે મુખ્યમંત્રી, રાજ્યના મુખ્ય સચિવ તેમ જ અન્ય લોકોને સમય આપવામાં આવ્યો છે.
18 તારીખના કેન્દ્ર તરફથી પક્ષ રજૂ કરવામાં આવશે. 8 થી 18 માર્ચના સમયગાળામાં દરેકને પોતાનો પક્ષ લેખિત સ્વરૂપે રજૂ કરવાનો છે એવી માહિતી મરાઠા અનામત અરજદાર વિનોદ પાટીલે આપી હતી.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.