તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમીનનો વિવાદ:જમીન ગોટાળામાં ખડસેને ક્લીન ચિટ આપનારી ફાઈલ ગાયબ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજિત પવારે ફાઈલ જોવા માગતાં તે ગુમ થઈ હોવાનું જાણવા મળ્યું

રાષ્ટ્રવાદીના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેને જમીન ગોટાળામાં ક્લીન ચિટ આપનારી ઝોટિંગ સમિતિનો અહેવાલ ધરાવતી ફાઈલ ગાયબ થઈ ગઈ છે. આને કારણે અનેક તર્કવિતર્ક વ્યક્ત કરવામાં આવી છે. આ અહેવાલ ચોક્કસ કોણે ગાયબ કર્યો એવી શંકાકુશંકા પણ ઊભી થઈ છે.રાજ્યના ઉપ મુખ્ય મંત્રી અજિત પવારે તે અહેવાલમાં ચોક્કસ શું લખ્યું છે તે જાણવા માટે અધિકારીઓને તે લાવવા માટે કહ્યું હતું. તે સમયે અહેવાલ ગાયબ હોવાનો જવાબ મળ્યો હતો.

દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા અતુલ લોંઢેએ જણાવ્યું હતું કે તે અહેવાલને કાંઈ પગ નથી. તેથી નિશ્ચિત જ તે છુપાવવામાં આવ્યો છે.નોંધનીય છે કે ખડસે ભાજપમાં હતા ત્યારે જમીન ગોટાળો બહાર આવ્યો હતો. તે સમયે જમીન વ્યવહારની તપાસ કરવા માટે સમિતિ સ્થાપવામાં આવી હતી. આ સમિતિએ ખડસેને ક્લીન ચિટ આપી હતી. આ જ પ્રકરણમાં હાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આવા સમયે નિર્દોષ સિદ્ધ કરવા આ અહેવાલ ખડસે માટે અત્યંત મહત્ત્વનો છે, પરંતુ આ અહેવાલ હવે સામાન્ય પ્રશાસન વિભાગના અધિકારીઓને મળતો નહીં હોવાથી અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.2017માં તત્કાલીન મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે ભોસરી જમીન ગોટાળાની તપાસ કરવા માટે ઝોટિંગ સમિતિની નિયુક્તિ કરી હતી. હાઈ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ દિનકર ઝોટિંગની અધ્યક્ષતામાં આ સમિતિ સ્થાપવામાં આવી હતી. સમિતિએ 30 જૂન, 2017ના રોજ તેન અહેવાસ સરકારને સોંપ્યો હતો, જેમાં ખડસેને ક્લીન ચિટ આપવામાં આવી હતી. આ સમિતિ પર સરકારે રૂ. 45.42 લાખો ખર્ચ પણ કર્યો હતો.

શું છે આ પ્રકરણ
એકનાથ ખડસે મહેસૂલ મંત્રી હતા ત્યારનું આ પ્રકરણ છે. ભોસરી એમઆઈડીસી ખાતે સર્વે નં. 52માં ત્રણ એકર જમીનનો વિવાદ છે. આ જમીન ખડસેની પત્ની મંદાકિની અને જમાઈ ગિરીશ ચૌધરીએ અબ્બાસ ઉકાની પાસેથી રૂ. 3.75 કરોડમાં ખરીદી કરી હતી. પુણેના સબ- રજિસ્ટ્રાર કાર્યાલયમાં આ વ્યવહારની નોંધ કરીને સ્ટેમ્પ ડ્યુટી તરીકે રૂ. 1.37 કરોડ ભરવામાં આવ્યા હતા. જોકે આ જમીન એમઆઈડીસીની માલિકીની હોવાનું બહાર આવ્યું હતું. આ પ્રકરણ પછી ખડસેને મંત્રીપદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી, જે સમયથી તેઓ ભાજપ પર નારાજ હતા. આખરે રાષ્ટ્રવાદીમાં પ્રવેશ કર્યો હતો. જોકે હવે ઈડી આ પ્રકરણને લઈને તેમની પાછળ લાગી છે. ઈડીએ તેમના જમાઈની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...