• Gujarati News
  • Local
  • Mumbai
  • The FDA Will Keep A Close Eye On Confectioners From October 1, Making It Mandatory To Record The Date Of Making And Spoiling The Confectionery.

નિર્ણય:1 ઓકટોબરથી મીઠાઈવાળાઓ પર એફડીએની કરડી નજર રહેશે, મીઠાઈ બનાવવાની અને બગડવાની તારીખ નોંધવાનું ફરજિયાત

મુંબઇએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કંદોઈ અથવા હોટેલમાં રહેલી ખુલ્લી મીઠાઈ પર એક્સપાયરી ડેટની તારીખ સ્પષ્ટપણે દેખાય એ રીતે નોંધવાનું ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીએ ફરજિયાત કર્યું છે. આ નવો કાયદો દેશમાં તમામ રાજ્યોને લાગુ કરવામાં આવ્યો છે એવો નિર્દેશ બધા રાજ્યોને આપવામાં આવ્યો છે. રાજ્યમાં આ નિયમની અમલબજાવણી 1 ઓકટોબરથી થશે. નિયમોનું ઉલ્લંઘન કર્યું તો રૂ. 2,00,000 સુધીનો દંડ છે. એ દષ્ટિએ ઉત્પાદકો અને વિક્રેતાઓ પર અન્ન અને ઔષધ પ્રશાસનની કરડી નજર રહેશે.

મીઠાઈની દુકાનના ગળ્યા પદાર્થો કેટલા દિવસ સુધી સારા રહી શકે છે એ અત્યારે ગ્રાહકોને ખબર પડતી નથી. તેથી અનેક વખત ગ્રાહકોને વાસી મીઠાઈ મળે છે. દૂધમાંથી બનાવેલી મીઠાઈ વધુ સમય ટકતી નથી. છતાં એનું વેચાણ અનેક દિવસ સુધી થાય છે. પણ અન્નસુરક્ષા અત્યંત મહત્ત્વની હોવાથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીએ 1 ઓકટોબરથી નવો કાયદો દેશના તમામ રાજ્યોમાં લાગુ કર્યો છે. એની અમલબજાવણી ગુરુવારથી થવાની છે. બધા રાજ્યોને આ બાબતે નિર્દેશ આપવામાં આવ્યો છે. એના માટે મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસન સજ્જ થયું છે. ખુલ્લી મીઠાઈ પર એ ક્યારે બનાવવામાં આવી અને કેટલા દિવસ ખાવાલાયક રહી શકે છે એની તારીખ વિક્રેતાઓએ નોંધવી પડશે.

આ નિર્ણયને કારણે ગ્રાહકોને મીઠાઈની એક્સપાયરી ડેટની જાણ થશે. નામાંકિત મીઠાઈ વિક્રેતાઓ થોડા પ્રમાણમાં ડબ્બામાં પેક કરીને મીઠાઈના બોક્સ પર એની બનવાની અને બગડવાની તારીખ લખે છે. જોકે હવે ખુલ્લી વેચાતી મીઠાઈને પણ એ જ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. રસગુલ્લા, ગુલાબજાંબુ જેવી મીઠાઈ પેક સ્વરૂપમાં ઉપલબ્ધ હોવાથી એ ક્યાં સુધી વાપરી શકાશ એની નોંધ હોય છે તેથી આવી કંપનીઓને એફએસએસઆઈના આદેશનો ફટકો નહીં પડે. પણ દેશમાં લાખો મીઠાઈની દુકાનો એવી છે જ્યાં ઘણાં વર્ષોથી મીઠાઈઓ પારંપારિક રીતે બનાવીને વેચવામાં આવે છે. એના પર તારીખ નોંધવામાં આવતી નથી. મીઠાઈ, ગળ્યા પદાર્થોમાં ઘી, સાકર કે માવાનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે આ પદાર્થોમાં ભેળસેળ થવાની શક્યતા ઘણી હોય છે. એના પર અંકુશ આવે એ માટે આ નવો નિયમ બનાવવામાં આવ્યો છે.

આદેશ શું છે? - આપણે અનેક વખત પેક મીઠાઈના બદલે ખુલ્લી મીઠાઈ ખાવી પસંદ કરીએ છીએ. જોકે એના લીધે આપણી તબિયત પર અસર થવાની ઘણી શક્યતા હોય છે. ક્યારેક આ પદાર્થોમાં ભેળસેળ કરીને મીઠાઈ વિક્રેતા ગ્રાહકોને ફસાવે છે. હવે એનું કરનારા મીઠાઈ વિક્રેતાઓને ફટકો પડશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીએ હવે આવા પદાર્થોના વેચાણ પર અંકુશ મૂકવા એક નિયમ જારી કરશે. આ સંદર્ભે આદેશ આપવામાં આવ્યો છે. એ અનુસાર વિક્રેતાઓએ છૂટક મીઠાઈ વેચતા એ ક્યારે બનાવવામાં આવી અને કેટલી તારીખ સુધી ગ્રાહક વાપરી શકે છે એવું લેબલ મીઠાઈની ટ્રે પર લગાડવું હવે ફરજિયાત કરવામાં આવ્યું છે.

અન્યથા કાર્યવાહી: નવા કાયદાની અમલબજાવણીની સૂચના રાજ્યના તમામ વિભાગોને જણાવી છે. વિભાગના અધિકારીઓ સજ્જ છે અને ગુરુવારથી તપાસણી શરૂ થશે. દરેક મીઠાઈ વિક્રેતાઓએ નિયમનું પાલન કરવું ફરજિયાત હશે અન્યથા કાર્યવાહી કરવામાં આવશે એમ અન્ન અને ઔષધ પ્રશાસનના મુંબઈ મુખ્યાલયના સહઆયુક્ત શશીકાંત કેંકરેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...