તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરૂણાંતિકા:પિતાએ દૂધ માટે પૈસા નહીં નવજાતને રસ્તા પર છોડ્યું

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CCTVને આધારે માતાને બેલાપુરથી શોધી

સર જેજે માર્ગ પોલીસની હદમાં બે ટાંકી ચીંધીબજાર ખાતે પાંચ મહિનાનું નધણિયાતું નવજાત મળી આવ્યું હતું તેનું કોકડું પોલીસે ઉકેલી કાઢીને માતાની બેલાપુરથી ધરપકડ કરી છે. કોરોનાને લીદે આર્થિક ભીંસમાં સપડાઈ હતી તેવા સમયે પ્રેમી એવા નવજાતના પિતાએ દૂધ માટે પૈસા નહીં આપતાં જન્મદાતા માતાએ ભૂખથી વ્યાકુળ થયેલા પાંચ મહિનાના નવજાતને ચીંધીબજારની ફૂટપાથ નજીક નધણિયાતું છોડી દીધું હતું.

એક માતાએ રડતા નવજાતને જોઈને તેને ઉપાડી લીધું હતું. તેને દૂધ પિવડાવ્યું હતું, જે પછી તેને જે જે માર્ગ પોલીસને હવાલે કર્યું હતું. ચીંધીબજાર બે ટાંકી ખાતે રહેતી રૂપા દંતાની (40)ની ચીંધીબજારમાં દુકાન છે. 7 મેના રોજ સવારે 5.30 વાગ્યે તે રોજ મુજબ દુકાને આવી હતી. 6.00 વાગ્યાના સુમારે નાના બાળકનો રડવાનો અવાજ આવ્યો. તેણે આસપાસ જોયું તો ફૂટપાથ નજીક પાંચ મહિનાનું નવજાત નધણિયાતું પડેલું હતું.

રૂપાએ તુરંત નવજાતને ઉપાડી લીધું. તેને માટે દૂધની વ્યવસ્થા કરી. માતા- પિતા આવશે એવું ધારીને નવજાતને પોતાની પાસે રાખ્યું, પરંતુ બે કલાક વીતી જવા છતાં કોઈ નહીં આવતાં આખરે જેજે માર્ગ પોલીસને સોંપી દીધું હતું.

સિનિયર પીઆઈ સુભાષ બોરાટેના માર્ગદર્શનમાં પછી માતાની શોધ શરૂ થઈ. આખરે તે બેલાપુરથી મળી આવી. પૂછપરછમાં તેણે જણાવ્યું કે તેણે બે લગ્ન કર્યાં હતાં. બંને પતિ છોડી ગયા હતા. હાલમાં તે પ્રેમી સાથે બેલાપુરમાં રહેતી હતી. તેના થકી આ નવજાતનો જન્મ થયો હતો. તેના પ્રેમીના પણ ચીંધીબજારમાં ધંધો છે. 7 મેએ તે નવજાત સાથે ત્યાં ગઈ હતી. તેની પાસે દૂધ માટે પૈસા માગ્યા, પરંતુ પૈસા નહીં આપતાં તે ત્યાંથી ગુસ્સામાં નીકળી ગયો. આ પછી માતા નવજાતને ત્યાં જ ફૂટપાથની બાજુમાં છોડીને જતી રહી હતી. પોલીસે આ 29 વર્ષીય માતાની ધરપકડ કરી છે. બાદમાં કોર્ટમાં હાજર કરાતાં જામીન પર છુટકારો કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...