તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:દક્ષિણ મુંબઈની જૂની ઈમારતોના લગભગ 25,00,000 ભાડૂતોનું ભાવિ અધ્ધર

મુંબઇ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કેન્દ્ર સરકારે આદર્શ ભાડું કાયદાનો મુસદ્દો જારી કર્યો છે. આ કાયદો લાગુ થશે તો દક્ષિણ મુંબઈની જૂની ઈમારતોમાં રહેનારા લગભગ 25,00,000 ભાડૂતોને મોટો ફટકો પડશે. આ કાયદા અનુસાર કેટલું ભાડું લેવું એ નક્કી કરવાની છૂટ ઘરમાલિકને મળી હોવાથી એક તો ભાડૂતોએ મસમોટી રકમનું ભાડું ભરવું ફરજિયાત થશે અથવા પરવડતું નથી એટલે ઘર ખાલી કરવું એવો વિકલ્પ બચશે. મહારાષ્ટ્ર તરફથી આ કાયદા બાબતે શું ભૂમિકા લેવામાં આવે છે એના પર ભાડૂતોનું ધ્યાન કેન્દ્રિત છે.

આ કાયદાનો મુસદ્દો કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને મોકલ્યો છે. આ કાયદા અનુસાર કેટલું ભાડું લેવું અથવા ભાડામાં વધારો કરવાનો અધિકાર ઘરમાલિકને મળશે. પાઘડી પદ્ધતિ દ્વારા એક વખત રૂપિયા આપ્યા છતાં ભાડૂતોનું સંરક્ષણ આ નવા કાયદાને લીધે રદ થશે. આ સમયમાં રિપેરીંગ માટે ભાડૂતોએ ભરેલી રકમનો પણ વિચાર કરવામાં આવ્યો નથી એના પર આર્કિટેક્ટ ચંદ્રશેખર પ્રભુએ ધ્યાન ખેંચ્યું છે. 2002 પછી પહેલાં જ કાયદામાં સુધારો કરીને કરેલા ફેરફારને લીધે ભાડૂતો અડચણમાં મૂકાયા છે. એમાં આ કાયદો લાગુ થયો તો ભાડૂતો રસ્તા પર જ આવશે એવો ડર પ્રભુએ વ્યક્ત કર્યો હતો. મહાવિકાસ આઘાડી સરકાર આ કાયદો લાગુ નહીં કરે એની ખાતરી પોતાને હોવાનું તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો