તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાસ્ટેગ યોજના સફળ:બાન્દરા-વરલી સીલિન્ક પર ફાસ્ટેગ યોજના સફળ રહી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના અન્ય ટોલનાકાઓ પર પણ ફાસ્ટેગ રીડર મૂકવામાં આવશે

રાજ્યમાં ફાસ્ટેગ યંત્રણાને વધુ ઝડપી બનાવવા મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળે (એમએસઆરડીસી) બાન્દરા-વરલી સીલિન્ક ટોલનાકા પર અમલમાં મૂકેલ પ્રકલ્પ સફળ થયો છે. ફાસ્ટેગ સિસ્ટમમાં ઉંચા દરજ્જાના સેન્સરવાળા ફાસ્ટેગ રીડર લગાડવામાં આવ્યા છે. આ પહેલાં એક સમયે એક જ કાર સ્કેન થતી હતી પણ એક સાથે ત્રણ કાર સ્કેન થાય છે. એના લીધે કાર ઝડપથી આગળ જતી હોવાથી હવે મિનિટે 6ના બદલે 10 થી 12 કાર આગળ જાય છે.

આ પ્રકલ્પ સફળ થવાથી હવે રાજ્યના અન્ય ટોલનાકાઓ પર પણ ફાસ્ટેગ રીડર લગાડવામાં આવશે. કેન્દ્ર સરકારના નિર્દેશ અનુસાર એમએસઆરડીસીએ પોતાના અખત્યાર હેઠળના તમામ ટોલનાકાઓ પર ફાસ્ટેગ યંત્રણા કાર્યાન્વિત કરીને ઓનલાઈન ટોલવસૂલી શરૂ કરી. તેથી ટોલનાકાઓ પર ગિરદી ઓછી થઈને ટોલવસૂલીમાં પારદર્શકતા આવી હોવાનો દાવો કરવામાં આવે છે.

આ યંત્રણા વધુ ઝડપી કેવી રીતે કરી શકાય એ બાબત ધ્યાનમાં લઈને એમએસઆરડીસીએ ઉંચા દરજ્જાના સેન્સરવાળા ફાસ્ટેગ રીડર લગાડવાનો નિર્ણય લીધો. આ પ્રકલ્પ માટે બાન્દરા-વરલી સીલિન્ક પરના ટોલનાકાને પસંદ કરતા એક મહિના પહેલાં નવા ફાસ્ટેગ રીડર લગાડવામાં આવ્યા હતા. આ યંત્રણા લગાડી ત્યારથી ફાસ્ટેગ યંત્રણા પહેલાં કરતા વધુ ઝડપી થયાની માહિતી એમએસઆરડીસીના મુખ્ય મહાવ્યવસ્થાપક (ટોલ) કમલાકર ફંડે આપી હતી.

આ નવી યંત્રણા કાર્યાન્વિત થયાથી એક જ સમયે ત્રણ કાર સ્કેન થાય છે. તેથી હવે અહીં કાર ઝડપથી આગળ જાય છે. પહેલાં એક મિનિટમાં 6 કાર સ્કેન થઈને આગળ જતી હતી. હવે એક મિનિટમાં 10-12 કાર સ્કેન થઈને આગળ જાય છે એમ તેમણે જણાવ્યું હતું.

સીલિન્ક પર આ યંત્રણા કાર્યાન્વિત કરવા રૂ. 21 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે અને 10 રૂટ પર ફાસ્ટેગ રીડર લગાડવામાં આવ્યા છે. આ પ્રકલ્પ સફળ થવાથી અન્ય ટોલનાકાઓ પર પણ આ યંત્રણા કાર્યાન્વિત કરવાનો નિર્ણય એમએસઆરડીસીએ લીધો છે. ટૂંક સમયમાં આ યંત્રણા બીજા ટોલનાકાઓ પર લગાડવામાં આવશે. જોકે એના માટે જરૂરી ભંડોળ કેવી રીતે ઊભું કરવું એ પ્રશ્ન છે એમ ફંડે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...