તપાસ:જાલનામાં શરદ પવારના ભાષણ દરમિયાન ખેડૂત મંચ પર પહોંચ્યો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં જ પવારના નિવાસસ્થાને હડતાળિયા ST કર્મીઓ ઘૂસી ગયા બાદ
  • પોલીસે તુરંત ખેડૂતને કબજામાં લઈને પૂછપરછ શરૂ કરવામાં આવી છે

રાષ્ટ્રવાદીના પ્રમુખ શરદ પવાર જાલના જિલ્લાના અંબાજ ખાતે ખેડૂતની સભાને સંબોધન કરતા હતા ત્યારે એક ખેડૂત મંચ પર ધસી ગયો હતો. શનિવારે બનેલી આ ઘટના પછી પોલીસે તેને કબજામાં લીધો હતો. ખાસ કરીને હાલમાં જ પવારના દક્ષિણ મુંબઈ સ્થિત નિવાસસ્થાન સિલ્વર ઓક ખાતે પણ સિક્યુરિટી પાર કરીને હડતાળિયા એસટી કર્મચારીઓ ઘૂસી ગયા હતા અને જૂતાફેંક તથા પથ્થરફેંક કર્યો હતો, જે મુદ્દે ભારે વિવાદ થયો હતો ત્યાં ફરી પવારની સલામતીનો ભંગ થયાની ઘટના બહાર આવી છે.

જોકે આ વખતે સલામત રક્ષકોએ સમયસર પગલાં લઈને ખેડૂતને કબજામાં લઈ લીધો હતો. પવાર અહીં પાથવરવાલા ગામ ખાતે વસંતદાદા શુગર ઈન્સ્ટિટ્યૂટ (વીએસઆઈ)ના કામકાજની સમીક્ષા કરવા માટે આ વિસ્તારમાં આવ્યા હતા. ખેડૂત જોકે મંચ પર શા માટે ધસી ગયો તે જાણી શકાયું નથી. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

અત્રે કર્મયોગી અંકુશરાવ ટોપે સમર્થ સહકારી સાકર કારખાનાના પ્રતિ દિવસ 60,000 લિટર્સ ઈથેનોલ નિર્મિતીના પ્રકલ્પનું ઉદઘાટન શરદ પવારને હસ્તે થયું. આ સમયે મંચ પર આરોગ્યમંત્રી રાજેશ ટોપે અને અન્ય આગેવાનો હતા.દરમિયાન આ અવસરે પવારે જણાવ્યું હતું કે મરાઠવાડા શેરડી ક્ષેત્રનું કેન્દ્ર છે અને વીએસઆઈએ ઉત્પાદન વધારવા માટે કુશળતા તાલીમ આપવી જોઈએ અને ઉત્પાદન વધારવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...