કોર્ટેનો આદેશ:પત્ની કમાય છે એ ભરણપોષણ ન આપવાનું કારણ ન હોઈ શકે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોર્ટે પતિની અરજી ફગાવતા દર મહિને ખર્ચ આપવાનો આદેશ

પત્ની રૂપિયા કમાવે છે છતાં ગુજરાન ચલાવવા માટે એનો ભરણપોષણનો ખર્ચ નકારી શકાય નહીં એવો ચુકાદો હાઈ કોર્ટે આપ્યો હતો. કમાવતી પત્નીને ભરણપોષણ આપવાના આદેશને એક વ્યક્તિએ પડકાર આપતા કરેલી અરજી ફગાવતા કોર્ટે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો. પત્ની કમાવતી હોય તો પણ મહિને 5 હજાર રૂપિયા ભરણપોષણ પેટે ચુકવવાના સેશન્સ કોર્ટના આદેશને અરજદારે હાઈ કોર્ટમાં પડકાર્યો હતો.

જો કે સેશન્સ કોર્ટના આદેશનો યોગ્ય ગણાવતા જજ નિઝામુદ્દીન જમાદારની ખંડપીઠે એની અરજી ફગાવી દીધી હતી. આ દંપતના લગ્ન મે 2005માં થયા હતા. 2012માં એમને ત્યાં પુત્રજન્મ થયો. એ પછી પત્નીએ અરજદાર અને એના સગાસંબંધીઓ વિરુદ્ધ ઘરગથ્થુ હિંસાચારની ફરિયાદ નોંધાવી હતી. જુલાઈ 2015માં મેટ્રોપોલિટન જજે પતિને 2 હજાર રૂપિયા નુકસાન વળતર ચુકવવાનો આદેશ આપ્યો.

આ આદેશ વિરુદ્ધની પત્નીની અપીલ સેશન્સ કોર્ટે યોગ્ય ગણાવી. તેમ જ પત્નીને અને પુત્રને ભરણપોષણ તરીકે મહિને 5 હજાર રૂપિયા ચુકવવાનો આદેશ અરજદારને આપ્યો હતો. એના વિરુદ્ધ અરજદારે હાઈ કોર્ટમાં દાદ માગી. પત્ની ચાંદીની વસ્તુ બનાવતી દુકાનમાં નોકરી કરે છે અને મેટ્રોપોલિટન જજની સામે રોજના 100 થી 150 રૂપિયા કમાવે છે એમ જણાવ્યું હતું. તેથી એ પોતાની સંભાળ લેવા સમર્થ છે.

અન્ય સમાચારો પણ છે...