સુનાવણી:42 ભૂલકાંની હત્યા કરનારી બહેનોની ફાંસી અંગે ટૂંક સમયમાં ફેંસલો થશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાંસીની સજા જન્મટીપમાં ફેરવવાની અરજીની સુનાવણી પૂરી

42 ભૂલકાઓનું અપહરણ કરીને ક્રૂરતાથી હત્યા કરવા સંબંધે બહેનો રેણુકા શિંદે અને સીમા ગાવિતને ફાંસી કે જન્મટીપ મળશે તેનો ફેંસલો ટૂંક સમયમાં જ થશે. ફાંસીને સજાને જન્મટીપમાં ફેરાવવા માટે આ બહેનોએ 2014માં કરેલી અરજી પર શનિવારે સુનાવણી પૂરી થઈ હતી. પોતાની દયાની અરજી પર અન્યાયકારક વિલંબ કર્યો હોવાનો દાવો આ બહેનોએ કર્યો છે. આને કારણે પોતાને બેસુમાર ત્રાસ થયો છે અને જીવવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થયું છે એમ અરજીમાં જણાવ્યું છે.

1996માં કોલ્હાપુરમાં 42 ભૂલકાઓનું અપહરણ કરીને હત્યા કરવાના આ સનસનાટીજનક પ્રકરણમાં બંને બહેનો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમની માતા અંજના પણ જેલમાં હતી, પરંતુ થોડાં વર્ષ પૂર્વે જેલમાં જ તેનું મૃત્યુ થયું હતું. આ બહેનો ફક્ત પાંચ બાળકોની હત્યામાં જ દોષી સિદ્ધ થઈ છે.

2001માં બંનેને દોષી ઠરાવવામાં આવી હતી. 2004માં મુંબઈ હાઈ કોર્ટે તેમને મૃત્યુદંડ સંભળાવ્યો હતો, જ્યારે 2006માં સુપ્રીમ કોર્ટે પણ તેમની ફાંસીની સજાને બહાલ રાખી હતી. 22 ઓક્ટોબર, 1996થી બંને કસ્ટડીમાં છે. તેમણે 2014માં હાઈ કોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ નીતિન જામદાર અને જસ્ટિસ સારંગ કોતવાલની ખંડપીઠ સામે શનિવારે અંતિમ સુનાવણી પૂરી થઈ હતી. આ બહેનોએ 2006માં રાષ્ટ્રપતિ પાસે દયાની અકજી કરી હતી, એમ તેમને વકાલ અનિકેત વગળે જણાવ્યું હતું.

જોકે ગુનાની તીવ્રતા અને ક્રૂરતા જોતાં મૃત્યુની સજા ઓછી કરી શકાય નહીં એવું કહીને સરકારી વકીલ અરૂણા પૈએ વિરોધ કર્યો હતો. જો કોર્ટ તેમની સજા ઓછી કરવાનો વિચાર કરતી હોય તો તેમને નૈસર્ગિક મૃત્યુ આવે ત્યાં સુધી જેલની સજા આપવામાં આવે એવી માગણી તેમણે કરી હતી.

હત્યાકાંડ કઈ રીતે સર્જાયું હતું
1990ના દાયકામાં આ ઘટના બની હતી. અંજના ગાવિત મૂળ નાશિકની હતી. તેને એક ટ્રક ડ્રાઈવર સાથે પ્રેમ થયો હતો. બંનેએ પુણેમાં ભાગીને લગ્ન કર્યાં. તેમને એક દીકરી થઈ, જેનું નામ રેણુકા રાખ્યું. થોડા સમય પછી ડ્રાઈવર અંજનાને છોડીને જતો રહ્યો. આથી અંજનાએ પેટ ભરવા માટે નાનાં- મોટાં કામો કર્યાં. એક વર્ષ પછી અંજના એક નિવૃત્ત સૈનિક મોહન ગાવિતના પ્રેમમાં પડી, જેના થકી તેને બીજી પુત્રી સીમા જન્મી હતી. જોકે ગાવિત પણ છોડી ગયો. આને કારણે બીજી વાર તે રસ્તા પર આવી ગઈ હતી.

બાળકોની આડમાં ચોરી
અંજનાને ચોરી કરતાં કરતાં પકડાય તો બાળકને ઢાલ બનાવવાનો નુસખો મળ્યો. તેને એક પ્રકરણમાં સફળતા મળી, જે પછી મા- દીકરી ઝૂંપડપટ્ટીઓમાંથી નાનું બાળક ચોરતી હતી. ઝૂંપડપટ્ટીમાં બાળકનું અપહરણ કરવાનું આસાન રહેતું, તેમની પર કોઈ ધ્યાન રાખું નહોતું, પોલીસમાં ફરિયાદની શક્યતા પણ ઓછી રહેતી. આથી આવા બાળકને ચોરી કરવા સમયે જોડે રાખતી હતી. જો ચોરી કરતાં પકડાય તો બાળકનો હવાલો આપીને છુટકારો કરી લેતી હતી. જોકે બાદમાં બાળકને જમીન પર પટકીને મારી નાખતી હતી. તેમની આ હૈવાનિયત ખુલ્લી નહીં પડી ત્યાં સુધી ક્રૂરતા ચાલતી રહી હતી.

પેટ ભરવા ચોરી શરૂ કરી
અંજનાએ તે પછી પોતાનું અને દીકરીઓનું પેટ ભરવા માટે ચોરી કરવાનું શરૂ કર્યું. આરંભમાં તે નાની- મોટી ચોરી કરતી હતી. કોઈનું પાકીટ મારવું, બેગ તફડાવવી જેવાં કામો કરતી. ધીમે ધીમે તેની બંને પુત્રીઓ મોટી થઈ અને તેઓ પણ ચોરી કરવા લાગી. આ પછી ત્રણ જણની જોડી બની.

અન્ય સમાચારો પણ છે...