તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મહાપાલિકાની ચૂંટણી પૂર્વે વોર્ડની પુનર્રચના કરવા ચૂંટણી પંચ મક્કમ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડનું સીમાંકન બદલતાં કોર્ટમાં જવાનો ભાજપનો ઈશારો

મુંબઈ મહાપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરી 2022માં યોજાવાની છે. તે પૂર્વે વોર્ડ સીમાંકન (ડિલિમિટેશન), એટલે કે, વોર્ડની પુનર્રચના કરાશે, એમ રાજ્ય ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે. સીમાંકન કરવા માટે શિવસેના અને કોંગ્રેસ આગ્રહી છે, જ્યારે ભાજપનો વિરોધ છે. વોર્ડની પુનર્રચના કરવા પર કોર્ટમાં જવાનો ઈશારો પણ ભાજપે આપ્યો છે.

રાજ્ય ચૂંટણી પંચે મહાપાલિકામાં વિરોધી પક્ષ નેતા રવિ રાજાને પત્ર મોકલ્યો છે. વોર્ડ પુનર્રચનાનો મુસદ્દો જાહેર કરાશે, જેની પર વાંધા અને સૂચનો મગાવવામાં આવશે, એમ પત્રમાં સ્પષ્ટ કર્યું છે. રવિ રાજાએ 2017માં ચૂંટણી પંચને પત્ર લખીને ભાજપે ભૌગોલિક સળંગતા નહીં રાખતાં પોતાની સગવડને ધ્યાનમાં રાખીને આશરે 45 વોર્ડની રચના કરી હોવાની ફરિયાદ કરી હતી. આથી સંબંધિત વોર્ડની રચના બદલવાની તેમણે માગણી કરી હતી.મહાપાલિકા અધિનિયમ અનુસાર દરેક પાંચ વર્ષે ચૂંટણી પૂર્વે વોર્ડ રચના કરવાનો નિયમ છે. આથી નિયમ અનુસાર આ વોર્ડ રચના થશે એમ રાજ્ય ચૂંટણી પંચે મક્કમતાથી જણાવ્યું છે.

કોરોનાને લીધે રાજ્યમાં અનેક મહાપાલિકાઓની ચૂંટણીઓ પાછળ ઠેલવામાં આવી છે. જોકે મુંબઈ મહાપાલિકીની ચૂંટણીઓ નિર્ધારિત સમયે જ થશે એવાં ચિહન છે. મહાપાલિકાનો કાર્યકાળ ફેબ્રુઆરી 2022માં પૂરો થયો છે. આથી તે સમયે જ ચૂંટણી થવાની અપેક્ષા છે. જોકે હાલની કોરોનીની પરિસ્થિતિ અને સંભવિત ત્રીજી લહેર જોતાં તે બાબતે જે તે સમયે નિર્ણય લેવાશે, એમ રાજ્ય ચૂંટણી પંચે જાણ કરી હોવાનું મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું હતું.

મહાપાલિકામાં હાલનું બળાબળ
મહાપાલિકામાં શિવસેનાના 97 નગરસેવકો છે. ભાજપના 83, કોંગ્રેસના 29, રાષ્ટ્રવાદીના 8, સમાજવાદી પાર્ટીના 6, મનસેનો 1, એમઆઈએમના 2, અભાસેનો 1 નગરસેવક છે. કુલ 227 બેઠક માટે બહુમતીનો આંકડો 114 છે. શિવસેનાએ રાજ્યમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી સાથે સત્તા સ્થાપ્યા પછી ભાજપ મહાપાલિકામાં સત્તા ઊથલાવી શકે એવો ડર હોવાથી શિવસેનાએ મનસેના 8માંથી 7 નગરસેવકોને ફોડી નાખ્યા હતા, જેને લઈ તેનો આંકડો 97 પર પહોંચી ગયો હતો. આગામી ચૂંટણી કોંગ્રેસે સ્વબળે લડવાનો નારો લગાવ્યો છે. ભાજપ સ્વાભાવિક રીતે જ સ્વબળે લડશે ત્યારે શિવસેના સત્તા ટકાવી રાખવા માટે શું કરે છે તે જોવાની ઉત્સુકતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...