કાર્યવાહી:પર્લ ગ્રુપની 75 એકર જમીન અને 7.5 કરોડ રૂપિયા ઈડીએ જપ્ત કર્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 60 હજાર કરોડના ચીટફંડ ભ્રષ્ટાચારની તપાસ બાદ ઈડીની કાર્યવાહી

પર્લ ગ્રુપ વિરુદ્ધ ઈડીએ કાર્યવાહી કરીને મુંબઈ અને પુણેની 75 એકર જમીન જપ્ત કરી હતી. બેંકમાં રહેલા 7.5 કરોડ રૂપિયા પણ ઈડીએ જપ્ત કર્યા હતા. 60 હજાર કરોડ રૂપિયાના ચીટફંડ ભ્રષ્ટાચારની તપાસ પછી ઈડીએ પીએમએલએ કાયદા અંતર્ગત આ કાર્યવાહી કરી હતી.

60 હજાર કરોડ ચીટફંડ ભ્રષ્ટાચારની તપાસ ઈડી તરફથી કરવામાં આવી રહી છે. આ તપાસમાં જે માહિતી અને કાગળપત્ર મળ્યા છે એના આધારે પર્લ ગ્રુપની માલમતા પર જપ્તીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એ અનુસાર વસઈ પટ્ટાની 75 એકર જમીન જપ્ત કરવામાં આવી છે. એની કિંમત લગભગ 187 કરોડ રૂપિયા છે. આ સંદર્ભમાં બેંક ખાતામાંથી સાડા સાત કરોડ રૂપિયાની રકમ પણ જપ્ત કરવામાં આવી છે.

પર્લ ગ્રુપના માધ્યમથી દેશના વિવિધ રાજ્યના સાડા પાંચ કરોડ રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ છે. 60 હજાર કરોડ રૂપિયાનો આ રોકાણ ભ્રષ્ટાચાર છે. પર્લ ભ્રષ્ટાચારની તપાસ સીબીઆઈ અને ઈડી કરે છે. દિલ્હી, ચંડીગઢ, કોલકાતા, ભુવનેશ્વર સહિત અનેક ઠેકાણે સીબીઆઈએ દરોડા પાડીને તપાસ કરી છે. આ પ્રકરણમાં ગયા વર્ષે 23 ડિસેમ્બરના 11 જણની ધરપકડ કરવામાં આવી હતી.

એમાં કમલજીત સિંહ સહિત ચંદ્રભૂષણ ઢિલ્લો, પ્રેમ સેઠ, મનમોહન કમલ મહાજન, મોહનલાલ સહજપાલ અને કંવલજીત સિંહનો સમાવેશ હતો. મુખ્ય આરોપીને આ લોકોએ સાથ આપ્યો હોવાનો આરોપ છે. આ પહેલાં સીબીઆઈએ 8 જાન્યુઆરી 2016ના આ ભ્રષ્ટાચારનું મહોરું પર્લ ગોલ્ડન ફોરેસ્ટ લિમિટેડના સીએમડી અને પર્લ ઓસ્ટ્રેલિયા પ્રા. લિ. કંપનીના ભૂતપૂરવ અધ્યક્ષ નિર્મલસિંઘ ભંગુ તેમ જ પર્લ એગ્રોટેક કોર્પોરેશનના એમડી અને પ્રમોટર સુખદેવ સિંહ, કંપનીના કાર્યકારી સંચાલક ગુરમીત સિંહ અને સુબ્રત ભટ્ટાચાર્યની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...