તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણ:મુંબઈમાં પૂર્વ ઉપનગરમાં બુધવારે 9 કલાકમાં સાત ઈંચ વરસાદ ખાબક્યો

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમ ઉપનગરમાં 5.5 અને શહેર વિસ્તારમાં 4 ઈંચ વરસાદ: આજે ભારે વરસાદની આગાહી

મુંબઈમાં બુધવારે સવારે 8થી સાંજે 5 સુધી છેલ્લા 9 કલાકમાં પૂર્વ ઉપનગરમાં સાત ઈંચ વરસાદ પડ્યો હતો. પશ્ચિમ ઉપનગરમાં સાડાપાંચ અને શહેર વિસ્તારમાં ચાર ઈંચ વરસાદ વરસાદ પડ્યો હતો. ગુરુવારે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બપોરે 12.17 કલાકે મોટી ભરતી છે.બુધવારે સવારથી મુંબઈમાં મુશળધાર વરસાદ પડતો હતો. સમુદ્રમાં 11.43 કલાકે મોટી ભરતી આવી હોવાથી ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

ખાસ કરીને શહેર વિસ્તારમાં હિંદમાતા જંકશન, સાયન રોડ નં. 24, સાયન પુલની નીચે, સરદાર હોટેલ, કાલાચોકી, ષણ્મુખાનંદ હોલ, માટુંગા, દાદર ટી.ટી. સર્કલ અને બીપીટી કોલોનીમાં પાણી ભરાયાં હતાં. પૂર્વ ઉપનગરોમાં માનખુર્દ રેલવે સ્ટેશન પાસે, ગૌરી શંકર નગર, કુર્લા અને પશ્ચિમ ઉપનગરમાં અંધેરી, ખાર, મલાડ, મિલન સબવેની નીચે પાણી ભરાઈ ગયાં હતાં.

મધ્ય રેલવે ખોડંગાઈ : મધ્ય રેલવેમાં સાયન અને કુર્લા સ્ટેશનમાં પાટા પર પાણી ભરાઈ ગયાં હતાં, જેને લીધે થાણેથી સીએસએમટી સ્ટેશન દરમિયાન ટ્રેનવ્યવહાર બંધ કરવો પડ્યો હતો. આ જ રીતે હાર્બર રેલવેની ટ્રેનો પણ વડાલાથી વાશી બંધ રાખવી પડી હતી. જોકે પશ્ચિમ રેલવેના ટ્રેનવ્યવહારને કોઈ અસર થઈ નહોતી.

32 ટેકાણે ઝાડ તૂટી પડ્યાં
દરમિયાન ભારે વરસાદને લીધે 32 ઠેકાણે ઝાડ અથવા ઝાડની ડાળખીઓ તૂટી પડવાની ઘટનાઓ નોંધાઈ હતી. જોકે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. શોર્ટ સરકિટની 14 ઘટનાઓ નોંધાઈ હતી, જ્યારે છ ઠેકાણે ઘર અથવા દીવાલો તૂટી પડવાની ઘટના નોંધાઈ હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે અનેક નીચાણવાળા ભાગોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં મોટું નુકસાન થયું હતું. અનેક વાહનો પણ પાણીમાં ફસાઈ ગયાં હતાં.

ક્યાં કેટલો વરસાદ
શહેર વિસ્તારમાં રાવલી કેમ્પર, ધારાવી ફાયર સ્ટેશન, દાદર ફાયર સ્ટેશન, એફ નોર્થ વોર્ડ ઓફિસ વિસ્તારમાં નવથી 12 ઈંચ વરસાદની સૌથી વધુ નોંધ થઈ હતી. વરલી ફાયર સ્ટેશનમાં આઠ ઈંચ વરસાદ પડ્યો હતો. પશ્ચિમ ઉપનગરમાં મરોલ, કે ઈસ્ટ, માલવણી, ગોરેગાવ, કે વેસ્ટ, દહિસર, સાંતાક્રુઝ, વર્સોવામાં ચારથી 11 ઈંચ વરસાદ પડ્યો હતો. પૂર્વ ઉપનગરોમાં વિક્રોલી, ચેમ્બુર, એમ વેસ્ટ, ઈસ્ટ, એલ, એન વોર્ડ ખાતે પણ ચાર ઈંચથી 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...