• Gujarati News
  • Local
  • Mumbai
  • The Eastern Freeway Will Be Extended By 3 Km From Ghatkopar To Thane. The Project Has Been Stalled For About 5 Years Due To Various Reasons.

વિસ્તરણ:ઈસ્ટર્ન ફ્રીવેને 3 કિલોમીટર વધારીને ઘાટકોપરથી થાણે વિસ્તારવામાં આવશે, લગભગ 5 વર્ષથી આ પ્રકલ્પ વિસ્તરણ વિવિધ કારણોસર રખડી પડ્યો છે

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

થાણે અને મુંબઈ મહાનગર પ્રદેશના અન્ય શહેરોમાં વિલંબિત પાયાભૂત સુવિધાઓના પ્રકલ્પોને ઝડપી કરવાનો નિર્દેશ નગરવિકાસ મંત્રી એકનાથ શિંદેએ એમએમઆરડીએને આપ્યો હતો. એમાં ઈસ્ટર્ન ફ્રી વેનું વિસ્તરણ ઘાટકોપરથી થાણે સુધી કરવાનો પ્રકલ્પ ફરી એક વખત પાટે ચઢવાના ચિહ્ન છે. લગભગ પાંચ વર્ષથી આ પ્રકલ્પ વિસ્તરણ વિવિધ કારણોસર રખડી પડ્યું છે.મુંબઈ મહાનગર પ્રદેશના વિવિધ ભાગોમાં વિકાસને ઝડપ આપવાની દષ્ટિએ શિંદે સક્રિય થયા છે.

એમએમઆરડીએ અધિકારીઓએ એકનાથ શિંદે સમક્ષ એમએમઆર વિભાગના નિયોજિત તેમ જ ચાલુ છે એવા તમામ પ્રકલ્પો પર વિગતવાર રજૂઆત કરી હતી. આ સમયે ઈસ્ર્ટન ફ્રી વેના વિસ્તરણ પ્રકલ્પ સાથે જ તીન હાથ નાકા રિમોડેલિંગ, આનંદ નગર નાકાથી સાકેત એલિવેટેડ રોડ, કોપરીથી પટણી ખાડી પુલ, કોલશેતથી ગાયમુખ ખાડી રોડ તેમ જ કોલશેત, કાસારવડવલી અને ગાયમુખ ખાતે ખાડીની પેલે પારના ભાગોને જોડતો ખાડી પુલ, ન્યૂ થાણે ગ્રોથ સેંટર વગેરે મહત્ત્વના પ્રકલ્પોની માહિતી આપવામાં આવી હતી.

આ તમામ પ્રકલ્પોની ઝડપી અમલબજાવણી માટે નોડલ અધિકારીની નિયુક્તી કરવાનો નિર્દેશ મંત્રી શિંદેએ એમએમઆરડીએ કમિશનર આર.એ.રાજીવને આપ્યો હતો.પુણે, નાશિક, અમદાવાદ, જેએનપીટી જેવા વિવિધ ઠેકાણે જતો તમામ વાહનવ્યવહાર થાણે શહેરમાંથી પસાર થતો હોવાને લીધે થાણેના રસ્તાઓ પર મોટા પ્રમાણમાં ટ્રાફિક જામ થાય છે. નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસ વેનો અંત થાણે પાસે થવાનો છે. તેમ જ ભિવંડી અને કલ્યાણ પરિસરમાં એમએમઆરડીએ મારફત ગ્રોથ સેંટર વિકસિત કરવામાં આવશે. તેથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરશે. આ વાત ધ્યાનમાં રાખીને આ પ્રકલ્પોની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આ પ્રકલ્પોની અમલબજાવણી ઝડપથી થવાથી ટ્રાફિક જામની સમસ્યા કાયમ માટે ઉકેલાશે એવો વિશ્વાસ શિંદેએ વ્યક્ત કર્યો હતો.

ઈસ્ટર્ન ફ્રી વે વિસ્તરણ ઝડપી થશે
દક્ષિણ મુંબઈથી પૂર્વના ઉપનગરોને જોડતો ઈસ્ટર્ન ફ્રી વે 3 કિલોમીટર વધારીને હવે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને જોડવાનો પ્રસ્તાવ પાંચ વર્ષ પહેલાં એમએમઆરડીએના વિચારાધીન હતો. જોકે આ માર્ગમાં આવતા 2000 ઝૂપડાઓનું પુનર્વસન કરવાનો મોટો પડકાર હતો. ટેકનિકલ કારણોસર આ વિસ્તરણનું કામ શરૂ થવામાં હજી એક વર્ષ લાગશે એમ એ સમયે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. હવે નગરવિકાસ મંત્રી એકનાથ શિંદેએ નિર્દેશ આપ્યા પછી આ કામ ફરી વધુ ઝડપથી શરૂ થશે એવી આશા વ્યક્ત કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...