નિર્ણય:ઈસ્ટર્ન ફ્રી વે જૂન મહિનાથી રાત્રે વાહનવ્યવહાર માટે બંધ રખાશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિવરી-ન્હાવાશેવા સી લિન્ક માટે જાન્યુઆરી 2023 સુધી બ્લોક રહેશે

મુંબઈ પારબંદર પ્રકલ્પ અંતર્ગત (શિવરી-ન્હાવાશેવા સીલિન્ક) બાંધવામાં આવનાર વરલી એલિવેટેડ રોડ, તેમ જ ઈંટરચેન્જીસ રોડના કામ માટે ઈસ્ટર્ન ફ્રી વે જૂન 2022થી જાન્યુઆરી 2023 સુધી થોડા દિવસ માટે રાતના સમયે વાહનવ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય એમએમઆરડીએએ લીધો છે. તેથી દક્ષિણ મુંબઈથી રાતના ચેંબુરની દિશામાં જનારા વાહનચાલકોએ હેરાનગતિ ભોગવવી પડશે. શિવરી-ન્હાવાશેવા સીલિન્ક પ્રકલ્પ સપ્ટેમ્બર 2023માં પૂરો કરવાનું એમએમઆરડીએનું નિયોજન છે. એ અનુસાર કામને ઝડપથી કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 76 ટકા કામ પૂરું થયું છે.

એમએમઆરડીએએ હવે આ પ્રકલ્પને જોડનારા ઈંટરચેન્જ સાથે જ શિવરીથી વરલી એલિવેટેડ રોડના કામને ઝડપી બનાવ્યું છે. આ બંને પ્રકલ્પના રેમ્પ ઈસ્ટર્ન ફ્રી વેને ઓળંગીને જશે. એના માટે ઈસ્ટર્ન ફ્રી વે પર કામ કરવા એમએમઆરડીએએ વાહનવ્યવહાર માટે બ્લોક લેવો પડશે. એના માટે ઈસ્ર્ટન ફ્રી વે થોડા સમય માટે વાહનવ્યવહાર માટે બંધ રાખવો પડશે એવી માહિતી મહાનગર આયુક્ત એસ.વી.આર. શ્રીનિવાસે આપી હતી. ઈસ્ટર્ન ફ્રી વે વાહનવ્યવહારની દષ્ટિએ ઘણો મહત્વનો માર્ગ છે. આ માર્ગ બંધ કરાતા ટ્રાફિક જામ ન થાય, પ્રવાસીઓ અને વાહનચાલકોની સુરક્ષિતતા જળવાય એ માટે રાતના સમયે બ્લોક લેવામાં આવશે.

જૂન 2022થી ઈસ્ટર્ન ફ્રી વે રોડ રાતના 10 થી સવારના 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. રેમ્પનું કામ સાત-આઠ મહિના ચાલશે. તેથી જૂન 2022થી જાન્યુઆરી 2023 સુધી ઈસ્ટર્ન ફ્રી વે પર રાતના સમયે બ્લોક લેવામાં આવશે. જરૂર પ્રમાણે વાહનવ્યવહાર બ્લોક લેવામાં આવશે. તેથી ફ્રી વે કાયમમીસ્વરૂપે રાતના બંધ નહીં રહે. જૂન 2022થી જાન્યુઆરી 2023 દરમિયાન દિવસના આ માર્ગ પર રાબેતા મુજબ વાહનવ્યવહાર ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...