ભાવ વધારો:વરસાદનાં વહેલાં આગમનથી ફટકો પડતા કાંદા મોંઘા થયા

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલાં જ તાઉત ચક્રવાતે નુકસાન પહોંચાડ્યું છે

કાંદાના પાકને સમય પહેલાં હાજર થયેલા વરસાદનો ફટકો પડ્યો છે. બજારમાં કાંદાની આવક ઓછી થવાથી ભાવ વધી રહ્યા છે. છૂટક બજારમાં સારા દરજ્જાના કાંદા અત્યારે 30 થી 35 રૂપિયે કિલો મળી રહ્યા છે. જુલાઈમાં દર હજી વધશે એવો અંદાજ વેપારીઓએ વ્યક્ત કર્યો છે.

તાઉતે ચક્રવાતને કારણે રાજ્યમાં પડેલા વરસાદે કાંદાના પાકને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. અનેક ખેડૂતોના તૈયાર થયેલા કાંદા ભીંજાઈ ગયા તો ક્યાંક વાવેતર પર અસર થઈ હોવાથી કાંદાની અપેક્ષિત આવક થઈ નથી. તેથી અત્યારે કાંદાના ભાવ વધેલા છે. હોલસેલ બજારમાં કિલો દીઠ 5 થી 7 રૂપિયા અને છૂટક બજારમાં 8 થી 10 રૂપિયા દરવધારો થયો છે. હોલસેલ બજારમાં 12 થી 15 રૂપિયે કિલો મળતા સારા કાંદા 20 થી 25 રૂપિયા પર પહોંચ્યા છે.

વાવેતરનો ખર્ચ પણ નીકળતો નથી
આગામી સમયમાં કાંદા હજી મોંઘા થશે. વરસાદના કારણે પાકનું નુકસાન થવાથી 8 થી 10 રૂપિયા કિલોદીઠ કાંદા આપવા ખેડૂતોને પરવડતું નથી. આ દરમાં વાવેતરનો ખર્ચ નીકળવો પણ મુશ્કેલ હોવાનું ખેડૂતો જણાવે છે. તેથી ઘણાં ખેડૂતોએ દર વધશે એવી આશામાં કાંદાને વખારમાં રાખ્યા છે એમ કાંદાના વેપારી સ્પષ્ટ કરે છે.

અન્ય સમાચારો પણ છે...