ધરપકડ:છેલ્લાં બે વર્ષથી પોલીસને હાથતાળી આપતો ડ્રગ ડીલર આખરે ઝડપાયો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક આંખે અંધ જેઠાલાલ બે વર્ષથી પોલીસને હંફાવતો હતો

છેલ્લાં બે વર્ષથી પોલીસને હાથતાળી આપતો ભાગેડુ ડ્રગ ડીલર જેઠાલાલ હિંમતરામ ચૌધરીની આખરે કલ્યાણ બજારપેઠ પોલીસે પતરી પુલ નજીક કલ્યાણ એપીએમસીનાં સંકુલમાંથી ધરપકડ કરી હતી. ચૌધરી ફિલ્મી વાર્તામાં છાજે તે રીતે ડ્રગ્સની તસ્કરી કરતો હતો. તે એક આંખે અંધ છે, પરંતુ ગુનો આચર્યા પછી કાળાં ચશ્માં ધારણ કરતો હતો, જેથી આ ડ્રગ ડીલર છે એવી કોઈને શંકા પણ નહોતી જતી.તે કલ્યાણ પૂર્વના નાંદિવલી બાજુ ગામમાં ગુરુદેવ ટ્રેડર્સ, હીમ ગંગા સોસાયટીનો રહેવાસી છે.

પોલીસ નાઈક સચિન સાળવીને માહિતી મળી હતી કે જેઠાલાલ કલ્યાણ એપીએમસી બજારમાં કોઈકને મળવા આવવાનો છે. સાળવીએ સિનિયર પીઆઈ નરેન્દ્ર પાટીલને આ વાતની જાણ કરી હતી. આ પછી એપીઆઈ કે પી ઘોલપ સાથે ટીમે છટકું ગોઠવ્યું હતું. જેઠાલાલ દેખાતાં જ એક ટીમ તેને પકડવા જતાં તે ભાગવા લાગ્યો હતો. તે સમયે અન્ય ટીમે તેને ઝડપી લીધો હતો. તેને કોર્ટે રિમાંડ પર રાખવાનો આદેશ આપ્યો છે. તે કેટલી ડ્રગ ડીલિંગમાં સંડોવાયેલો છે અને તેના સાગરીતો કોણ છે તેની તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...