ધરપકડ:પંખા ચોરી અંગેની ફરિયાદ નોંધાવનારો ડ્રાઈવર જ ચોર

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે ધરપકડ કરીને પંખા હસ્તગત કર્યા

નવી મુંબઈ અને ભાંડુપ વચ્ચે ચોરટાઓએ ટેમ્પો આંતરીને રૂ. 10 લાખના પંખા ચોરી લીધા એવી ફરિયાદ કરનારો ટેમ્પોનો ડ્રાઈવર પોતે જ ચોર નીકળ્યો છે. પોલીસે તેની ધરપકડ કરીને પંખા પણ હસ્તગત કર્યા છે.ડ્રાઈવર ઈસ્તિયાક અહમદ અર્શદઅલી અન્સારી (30) અને તેના સાગરીત તસનીમ અખસલક અહમદ શેખ (23)ની બુધવારે ધરપકડ કરવામાં આવી છે.

બંને ભિવંડીના છે. ભાંડુપમાંથી ટેમ્પો સાથે પંખા પણ હસ્તગત કરાયા છે, એમ થાણે પોલીસ કમિશનરની ક્રાઈમ યુનિટ-1ના સિનિયર પીઆઈ અનિલ દેશમુખે જણાવ્યું હતું.30 માર્ચે નવી મુંબઈમાં વાશીથી પંખાઓનો સ્ટોક ટેમ્પોમાં ડિલિવરી માટે મોકલ્યો હતો. જોકે ડ્રાઈવરે પછીથી મુંબ્રા પોલીસમાં ફરિયાદ કરી કે અમુક અજ્ઞાત લોકોએ આંતરીને પંખાઓથી લાદેલો ટેમ્પો ચોરી લીધો છે.

ડ્રાઈવરની ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસશરૂ કરી. વાશી અને ભાંડુપ વચ્ચે માર્ગના સીસીટીવી ફૂટેજ તપાસ્યા, જેની પરથી ડ્રાઈવર અને તેના સાગરીતનો જ આ ચોરીમાં હાથ હોવાની જાણકારી મળી હતી.બંનેને ધરપકડ કરીને રૂ. 10.06 લાખના પંખા અને રૂ. 11.60 લાખ મૂલ્યનો ટેમ્પો જપ્ત કરાયા છે. ખાસ કરીને આરોપીઓએ ટેમ્પો ભાંડુપમાં છુપાવવા પૂર્વે તેમાં ગોઠવેલી જીપીઆરએસ સિસ્ટમ અને રિલે યુનિટ તોડી નાખ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...