તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:બોગસ રસીકરણમાં સૌથી વધુ હિસ્સો ડોક્ટર દંપતીને મળતો

મુંબઇ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસીકરણ પછી શીશીઓ અને સિરિંજ ક્યાં ફેંકી તેની શોધ ચાલી રહી છે

બોગસ રસીકરણ શિબિર વિશે હવે એવી માહિતી બહાર આવી છે કે આરોપીઓ ડોઝદીઠ રૂ. 1200 લેતા હતા તેમાંથી સૌથી વધુ હિસ્સો ચારકોપની શિવમ હોસ્પિટલનાં ડો. શિવરાજ પટારિયા અને તેની પત્ની નીતાને જતો હતો.

બોરીવલીની આદિત્ય કોલેજમાં વિદ્યાર્થીઓ સહિત 313 લોકોને બોગસ રસી આપવામાં આવી તેની તપાસમાં આર્થિક વ્યવહાર સામે આવ્યો છે, જેમાં દરેક ડોઝ પાછળ દંપતીને સૌથી વધુ હિસ્સો મળતો હતો એવું બહાર આવ્યું છે. જોકે આ ટોળકીએ શિબિરમાં ઉપયોગ કરેલી શીશીઓ અને સિરિંજનો નિકાલ ક્યાં કર્યો તેની હજુ જાણ થઈ નથી. આરોપીઓએ મુંબઈ મહાનગર પ્રદેશમાં કુલ 12 બોગસ શિબિરો યોજી હતી, જે પ્રકરણે 14 જણની ધરપકડ કરવામાં આવી છે.

કોકિલાબેન હોસ્પિટલના માર્કેટિંગ એક્ઝિક્યુટિવ રાજેશ પાંડેએ કોલેજના મેનેજમેન્ટને કહ્યું હતું કે સર્વ વિધિઓ અને જરૂરી પરવાનગીઓ લઈને જ વિધિસર રીતે શિબિર યોજાશે. શિબિર કોકિલાબેન હોસ્પિટલની દેખરેખમાં યોજાશે. જોકે બાદમાં કિસ્સો સામે આવતાં પાંડેને હોસ્પિટલે હાંકી કાઢ્યો હતો. હોસ્પિટલને અંધારામાં રાખીને પાંડેએ આ કામ કર્યું હતું.

શિબિરોનું આયોજન મહેન્દ્ર સિંહ કરતો હતો. આરોપીઓએ ડોઝ દીઠ રૂ. 1200 લીધા હતા, જે પ્રશાસન દ્વારા નિશ્ચિત રકમથી વધુ છે અને તેથી અનધિકૃત છે. આમાં નીતા પટારિયાને રૂ. 700, મહેન્દ્ર સિંહને રૂ. 300 અને પાંડેને રૂ. 200 મળતા હતા. તેમાંથી પછી તેઓ પોતપોતાના માણસોને કામ અનુસાર પૈસા આપતા હતા. શીશીઓ ડો. મનીષ ત્રિપાઠીએ પૂરી પાડી હતી, જે હોસ્પિટલમાં પ્લેસમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ચલાવતો હતો. આ સંસ્થાની તાલીમાર્થી નર્સ પાસે હોસ્પિટલમાં કામ કરાવાતું હતું, જેની સામે ઓળખપત્ર અપાતું હતું. આ નર્સોને પછી બોગસ શિબિરોમાં લઈ જવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...