હાલાકી:ઘોડાવાળાઓને કારણે માથેરાનના વિકાસ પર લગામ લાગી

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

પર્યટનનો દરજ્જો વધે તે માટે એમએમઆરડીએ દ્વારા માથેરાન શહેરના રસ્તા પર ક્લે પેવર બ્લોક ગોઠવવામાં આવ્યા હતા. આને કારણે વિસ્તારના સૌંદર્યમાં વધારો થયો હતો. અપંગ, વરિષ્ઠ નાગરિકોનો પ્રવાસ પણ સુખમય બન્યો હતો. જોકે આ રસ્તાના ઉતારા પરથી ઘોડાઓ લસરીને પડી જવાની ઘટનાઓ બની હતી. ઘોડાના માલિકોએ આ બાબતે પાલિકામાં ફરિયાદ કરતાં હવે ઉતારા પરક્લે પેવર બ્લોક કાઢી નાખવામાં આવ્યા છે. દરમિયાન આ નીતિને કારણે વિકાસને લગાવ લાગશે એમ અમુક લોકો પ્રતિક્રિયા આપે છે.માથેરાનમાં દસ્તુરીથી બજારપેઠ એમ બે કિલોમીટર અંતર સુધી જવા માટે એમએમઆરડીએ તરફથી પર્યાવરણપૂરક રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. તેમાંથી આશરે એક કિલોમીટર સુધી રસ્તાઓનું કામ પૂરું થયું છે.

જોકે આ માર્ગ પર સખારામ તુકારામ પોઈન્ટથી 200 મીટર અંતરે ઉતારા પરથી ક્લે પેવર બ્લોક પરથી ઘોડાઓ લસરી પડવાની ઘટનાઓ બની હતી. તેમાં ઘોડા અને પર્યટકને ઈજાની ઘટના પણ બની હતી. ઘોડાવાળાઓએ આ બાબતે નગરાધ્યક્ષ પાસે ફરિયાદ કર્યા બાદ મંગળવારથી એમએમઆરડીએના ઠેકેદારોએ ઉતારા પરથી 100 મીટર સુધી ક્લે પેવર બ્લોક કાઢી નાખ્યા છે. હવે ઉતારા પરથી પથ્થરના ઊબડખાબડ રસ્તા પરથી પગપાળા જવાની ફરજ પડશે, એમ એક સ્થાનિકે જણાવ્યું હતું.ઘોડાના માલિકો દ્વારા ફરિયાદ બાદ આ પગલાં લેવાયાં છે. હાથરિક્ષા, હાથગાડી અને ઘોડાઓને ચાલવા યોગ્ય રસ્તો કઈ રીતે કરી શકાય તેની પર ચર્ચા કરીને અગ્રતાથી કામ કરાશે.

હાથરિક્ષા સંગઠનમાં નારાજી
દરમિયાન હાથરિક્ષા સંગઠને જણાવ્યું કે મહાત્મા ગાંધી રસ્તા પર ક્લે પેવર બ્લોક લગાવવાથી હાથરિક્ષા ખેંચવાનું આસાન હતું. વધુ જોર લગાવવો પડતો નહોતો. જોકે હવે ફરી મુશ્કેલી શરૂ થઈ છે. રસ્તાનું કામ શરૂ થવા પૂર્વે સંગઠન થકી એમએમઆરડીએના એન્જિનિયર અરવિંદ ધાબેને ઉતાર ઓછો કરવા સૂચન કર્યું હતું, પરંતુ તે અંગે હજુ કોઈ પગલાં લેવાયાં નથી, એમ એક સ્થાનિકે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...