ભાસ્કર વિશેષ:ડેવલપરો પાસે ફરિયાદી ગ્રાહકોના 454 કરોડ લેવાના બાકી

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહારેરાના આદેશ છતાં મુંબઈ ઉપનગર જિલ્લામાં વસૂલીનુ કામ અત્યંત ધીમી ગતીએ ચાલે છે

મહારેરાના આદેશ અનુસાર ફરિયાદીને વ્યાજના અને ઘરના રૂપિયા પાછા ન આપનારા ખાનગી ડેવલપરોને આંચકો આપતા મહારેરાએ 708 વસૂલી આદેશ (રિકવરી વોરંટ) જારી કર્યા છે. એની કુલ રકમ 702 કરોડ 49 લાખ રૂપિયા છે. એમાંથી 60 ટકા કરતા વધારે એટલે કે 454 કરોડ 40 લાખ રૂપિયા વસૂલ કરવાનો આદેશ એકલા મુંબઈ ઉપનગર જિલ્લાનો છે. આ આદેશ હોવા છતાં મુંબઈ ઉપનગર જિલ્લાધિકારીએ હજી સુધી ફક્ત 9 ટકા અર્થાત 36 કરોડ 40 લાખ રૂપિયાના રિકવરી વોરંટ જારી કર્યા છે. તેમ જ 244 કરોડ 62 લાખ રૂપિયાની વસૂલના આદેશની પ્રક્રિયા ચાલુ છે.

મહારેરાના વસૂલી આદેશની અમલબજાવણી થતી ન હોવાથી ફરિયાદીઓએ પોતાના રૂપિયા માટે રાહ જોવી પડી રહી છે. મહારેરા પાસે મોટી સંખ્યામાં ખાનગી ડેવલપરો વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય છે. આ ફરિયાદ અનુસાર ગ્રાહકોની છેતરપિંડી થયાનું, રેરા કાયદાનું ઉલ્લંઘન થયાનું સાબિત થયા બાદ મહારેરા તરફથી ફરિયાદીએ માલમતા માટે ભરેલા રૂપિયા વ્યાજ સાથે પાછા આપવાનો આદેશ આપવામાં આવે છે. જોકે આ આદેશનું પાલન જે ડેવલપર કરતા નથી તેમના વિરુદ્ધ મહારેરા તરફથી રિકવરી વોરંટ જારી કરવામાં આવે છે.

એ અનુસાર ડેવલપરની માલમતા જપ્ત કરીને, એનું લીલામ કરીને એમાંથી મળનારા રૂપિયા ફરિયાદીને આપવામાં આવે છે. આ પ્રક્રિયા જિલ્લાધિકારીના માધ્યમથી પૂરી કરવામાં આવે છે. આ પાર્શ્વભૂમિ પર ચાર વર્ષમાં મહારેરાએ રાજ્યમાં 708 રિકવરી વોરંટ જારી કર્યા છે. એમાં 271 ગૃહપ્રકલ્પનો સમાવેશ છે અને વસૂલીની કુલ રકમ 702 કરોડ 49 લાખ રૂપિયા છે. એમાં 60 ટકા કરતા વધુની વસૂલીના આદેશ એકલા મુંબઈ ઉપનગર જિલ્લા છે જે આંકડો 454 કરોડ 40 લાખ રૂપિયા છે. એ પછી સૌથી વધુ વસૂલી આદેશ પુણેના 106 કરોડ 72 લાખ રૂપિયાના છે.

મુંબઈ શહેરના 63 કરોડ 33 લાખ રૂપિયા અને થાણે જિલ્લાના 45 કરોડ 71 લાખ રૂપિયાના વસૂલી આદેશ છે. અંધેરી, કુર્લા અને બોરીવલી તહેસીલદારના માધ્યમથી અમલબજાવણીમહારેરા પાસેથી 66 ગૃહ પ્રકલ્પના 454 કરોડ 40 લાખ રૂપિયાના રિકવરી વોરંટ આગળની કાર્યવાહી માટે મુંબઈ ઉપનગર જિલ્લાધિકારી પાસે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. છેલ્લા ચારથી પાંચ વર્ષના વસૂલી આદેશ છે. છેલ્લા થોડા વર્ષમાં આ વસૂલી આદેશની કઠોર અમલબજાવણી થઈ નથી અને અત્યાર સુઘી ફક્ત 39 પ્રકરણના 36 કરોડ 98 લાખ રૂપિયાના વસૂલી આદેશનું નિરાકરણ થયું છે.

244 કરોડ 62 લાખ રૂપિયાના વસૂલી આદેશની પ્રક્રિયા ચાલુ છે એવી માહિતી મુંબઈ ઉપનગર જિલ્લાધિકારી નિધી ચૌધરીએ આપી છે. 58 રિકવરી વોરંટના પ્રકરણ કોર્ટમાં છે. 4 પ્રકરણ બીજા જિલ્લા સાથે સંબંધિત છે અને 204 પ્રકરણમાં હજી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અંધેરી, કુર્લા અને બોરીવલી તહેસીલદારના માધ્યમથી આ વસૂલી આદેશની અમલબજાવણી કરવામાં આવે છે.

2021થી મુંબઈ ઉપનગર જિલ્લાધિકારી તરફથી એ ચાલુ છે. અત્યાર સુધી ફક્ત 9 ટકા એટલે કે 36 કરોડ 98 લાખ રૂપિયાના વસૂલી આદેશનું નિરાકરણ થયું છે અને હજી પણ મોટી સંખ્યામાં વસૂલી આદેશ બાકી છે. તેથી ફરિયાદીઓ પોતાના રૂપિયા પાછા મળવાની રાહ જોઈ રહ્યા છે.

વસૂલી આદેશની સંપૂર્ણ માહિતી મહારેરાની વેબસાઈટ પર
મહારેરાના વસૂલી આદેશની અમલૂજાવણી કરીને ફરિયાદીને શક્ય એટલા જલદી તેમના રૂપિયા પાછા મેળવી આપવાની દષ્ટિએ અમે કાર્યવાહી ઝડપી કરી છે. એ અનુસાર અત્યાર સુધી 36 કરોડ 98 લાખ રૂપિયાના વસૂલી આદેશનું નિરાકરણ થયું છે. 244 કરોડ 62 લાખ રૂપિયાના વસૂલી આદેશની અમલબજાવણીની પ્રક્રિયા ચાલુ છે. ત્રણેય તહેસીલદારને વસૂલી આદેશના ઝડપી નિરાકરણ માટે આદેશ આપવામાં આવ્યો છે એમ મુંબઈ ઉપનગર જિલ્લાધિકારી નિધી ચૌધરીએ જણાવ્યું હતું. મહારરા પાસેથી અત્યાર સુધી કરવામાં આવેલી વસૂલી આદેશની સંપૂર્ણ માહિતી મહારેરાની વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે. આ વસૂલી આદેશની અમલબજાવણી કરવાની જવાબદારી જે તે જિલ્લાધિકારી પર છે. એમાંથી કેટલા વસૂલી આદેશની અમલબજાવણી થઈ એની માહિતી મહારેરાને ઉપલબ્ધ થઈ નથી એમ મહારેરાના સચિવ વસંત પ્રભુએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...