તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • The Decision To Cancel The Standard 10 Examination Will Be Challenged In Court, The Future Of The Students Will Be Decided At The Hearing

માંગણી:ધો.10ની પરીક્ષા રદના નિર્ણયને કોર્ટમાં પડકાર, વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુનાવણી પર નક્કી થશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

દસમા ધોરણની પરીક્ષામાં પાસ થયા વિના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપશો નહીં એવી માગણી કરતી એક જનહિત અરજી હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. કોરોનાની પાર્શ્વભૂમિ પર રાજ્ય સરકારે દસમા ધોરણની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાના સંકટને કારણે મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. આવામાં પરીક્ષા લેવી વિદ્યાર્થીઓ માટે અને અન્ય કર્મચારીઓ માટે જોખમકારક બની શકે છે.

જોકે રાજ્ય સરકારના પરીક્ષાઓ રદ કરવાના નિર્ણયને પડકારતા રિટાયર્ડ પ્રોફેસર અને પુણે યુનિવર્સિટીના ભૂતપૂર્વ સભ્ય ધનંજય કુલકર્ણીએ મુંબઈ હાઈ કોર્ટમાં આ જનહિત અરજી દાખલ કરી છે. રાજ્યમાં કાર્યરત એસએસસી, સીબીએસઈ, આઈસીએસઈ અને ઈંટરનેશનલ બોર્ડ જેવા વિવિધ બોર્ડમાં એકસૂત્રતા નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ આ પરીક્ષાઓની બાબતે દ્વિધામાં છે. મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર પહેલાં પરીક્ષાઓ લેવા માટે મક્કમ હતી અને પછી અણીના ટાંકણે પરીક્ષાઓ રદ કરવામાં આવી.

એમાં ફક્ત દસમા ધોરણના બોર્ડની પરીક્ષાઓ રદ કરી અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ લેશું એમ જાહેર કર્યું. અગિયારમા ધોરણના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઈંટરનલ માર્ક્સ પર આધાર રાખશે. તો પછી આ બધું કરતા દસમા ધોરણની પરીક્ષાઓ રદ કરીને સરકારે શું સાધ્ય કર્યુ? એવો સીધો સવાલ અરજીમાં પૂછવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય પર એની શું અસર થશે? એનો વિચાર આ નિર્ણય લેતા કર્યો નથી. ઉલટાનું પ્રવેશ પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર માટે માર્ગ ખુલ્લો કરી આપ્યો છે એવો આરોપ અરજીમાં કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓનો શૈક્ષણિક દરજ્જો સુધરે અને અગિયારમા ધોરણની પ્રવેશ પ્રક્રિયામાં વધુ ગરબડ ન થાય એના માટે દસમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ કરવાના નિર્ણયને તત્કાળ સ્ટે આપીને આ પરીક્ષાઓ લેવામાં આવે એવી માગણી અરજીમાં કરવામાં આવી છે. પુણેના રિટાયર્ડ પ્રોફેસર ધનંજય કુલકર્ણીએ દાખલ કરેલી આ અરજી પર આગામી અઠવાડિયે બીજી ખંડપીઠ સમક્ષ સુનાવણી થશે.

અન્ય સમાચારો પણ છે...