તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંડળોનો નિર્ધાર:કોરોના વચ્ચે ઊંચી ગણેશમૂર્તિઓ લાવવાનો ગણેશ મંડળોનો નિર્ધાર

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય મંત્રી સહિત રાજકીય નેતાઓને પત્રો મોકલાયા

બધા નિયમોનું પાલન કરીશું, પરંતુ ગણેશમૂર્તિઓ ઊંચી જ લાવીશું, એવો નિર્ધાર મુંબઈનાં ગણેશ મંડળોએ કર્યો છે. ગયા વર્ષે કોરોનાને લીધે ગણેશોત્સવ અત્યંત સાદગીથી ઊજવવામાં આવ્યો હતો. મોટી ગણેશમૂર્તિઓ નહીં લાવતાં નાની ગણેશમૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જોકે હવે કોરોનામાંથી રાજ્ય બહાર આવ્યું છે. આથી આ વર્ષે ઊંચી મૂર્તિઓ લાવીશું અને સરકાર પાસેથી મદદની અપેક્ષા છે, એમ ગણેશ મંડળોએ જણાવ્યું છે.

કોરોનાને લીધે સમાજના દરેક ક્ષેત્ર પર વિપરીત અસર થઈ છે. કળા, ક્રીડા, રાજકારણ, સાંસ્કૃતિક સહિત બધાં ક્ષેત્રોમાં કોરોનાને લીધે અસર થઈ છે. મહારાષ્ટ્રનો મુખ્ય ઉત્સવ ગણેશોત્સવ છે. કોરોનાકાળમાં ગણેશોત્સવ ઉજવણી કરવાની પદ્ધતિઓના અનેક ફેરફાર થયા છે. સરકારે નિયમાવલી તૈયાર કરી છે. ઠાઠમાઠમાં ઉત્સવ ઊજવવાને બદલે સાદગીથી ઉત્સવ ઉજવણી કરવા સરકારે જણાવ્યું છે. ઉપરાંત મોટી મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવાને બદલે નાની મૂર્તિઓ બેસાડવી એવો આગ્રહ રાખ્યો છે.

રાજ્ય હવે ધીમે ધીમે કોરોમાંથી બહાકર આવી રહ્યું છે. વિવિધ શહેરોમાં કોરોનાના સંક્રમણનો દર નીચે આવ્યો છે. ત્રીજી લહેરનો ડર છે. જોકે સરકારના બધા નિયમોનું અમે પાલન કરીને ગણેશોત્સવની ઉજવણી કરીશું, એમ ગણેશ મંડળોએ જણાવ્યું છે. આ મુજબના પત્રો તેમણે મુખ્ય મંત્રી સહિત અન્ય રાજકીય નેતાઓને મોકલવાનું શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...