તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુ: ખદ:લાલબાગ સિલિંડર વિસ્ફોટમાં મરણાંક 10 પર પહોંચ્યો

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

મુંબઇના લાલબાગ વિસ્તારમાં 6 ડિસેમ્બરે બનેલી સિલિન્ડર બ્લાસ્ટની દુર્ઘટનામાં 21 દિવસ પછી વધુ એક 50 વર્ષની મહિલાનું મોત થતાં મૃત લોકોની સંખ્યા 10 થઈ ગઈ છે, આ ઘટનામાં સોળ લોકો દાઝી ગયા હતા. મધ્ય મુંબઇના લાલાબાગ વિસ્તારની સારાભાઇ ઈમારતના બીજા માળે સિલિંડર બ્લાસ્ટ અને એ પછી લાગેલી આગમાં ખાનગી હાસ્પિટલમાં સારવાર દરમિયાન 45 વર્ષની વૈશાલી હિમાંશુનું 27 ડિસેમ્બરે રવિવારે રાતે 9 વાગ્યે મોત થયું હતું. આ પહેલાં અમ્બીકે પરિવારના બિપિન અમ્બીકે અને તેના પિતા સૂર્યકાંતનું મોત થયું હતું. મહાપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર 6 ડિસેમ્બરે સારાભાઇ ઈમારતની સિલિંડર બ્લાસ્ટ અને આગની ઘટનામાં દાઝેલા કુલ 16 લોકોને શહેરની કેઇએમ અને મસીના હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે પૈકી કેઈએમ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 7 જણનાં મોત થયાં હતાં અને 3 જણને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો