તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • The Death Toll In Maharashtra Crossed 1000, While The Number Of Infected Patients Crossed 20,000

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:મહારાષ્ટ્રનો મરણાંક 1000ને પાર, જ્યારે સંક્રમીત દર્દીઓની સંખ્યા 20,000ને પાર

મુંબઈ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • છેલ્લા 15 દિવસમાં દરદીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો

રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં ચિંતાજનક રીતે મરણાંક અને નવા દરદીઓની સંખ્યા વધી રહી છે. મુંબઈમાં મરણાંક 1000ને પાર કરી ગયો છે, જ્યારે દરદીઓની સંખ્યા 20,000ને પાર કરી ગઈ છે. રાજ્યમાં દરદીઓની સંખ્યા 27,000ને પાર થઈ ગઈ છે.દરમિયાન ગુરુવારે સાંજ સુધી છેલ્લા 24 કલાકમાં 44 દરદીનાં મોત થયાં હતાં. છેલ્લા 8 દિવસમાં દરદીઓની સંખ્યા 10,000ને પાર થઈ ગઈ છે. આ જ રીતે 2 મેના રોજ રાજ્યમાં 1900 દરદીઓ નોંધાયા હતા, જે પછી ગુરુવારે રાત સુધી 1822 દરદી નોંધાયા છે. આથી રાજ્યમાં કુલ સંખ્યા 27,524 થઈ છે, જ્યારે મુંબઈમાં તે 20,441 થઈ છે.
રાજ્યમમાં 1512 કન્ટેનમેન્ટ ઝોન
આજે 44 મૃત્યુમાં 25 મુંબઈમાં થયાં હતાં, જે પછી નવી મુંબઈમાં 10, પુણેમાં 5, ઔરંગાબાદમાં 2, પનવેલમાં 1, કલ્યાણ- ડોંબિવલીમાં 1નું મોત થયું છે. નવી મુંબઈમાં 14 એપ્રિલથી 14 મે સુધી 10 જણનાં મૃત્યુ નોંધાયાં છે. 44માં 31 પુરુષ અને 13 મહિલા છે. 21 દરદી 60 વર્ષથી વધુ ઉંમરના, 20 દરદી 40- 59 ઉંમરના અને 3 દરદી 40થી ઓછી ઉંમરના છે. 34 જણ (77 ટકા)ને કોરોના સાથે ડાયાબીટીસ, હાઈ બીપી, હૃદયરોગ જેવી અતિજોખમી બીમારીઓ હતી. રાજ્યમાં કુલ મરણાંક આ સાથે 1019 થયો છે.આજ સુધી 6059 દરદી સાજા થઈને ઘેર ગયા છે. 3,15,686 હોમ ક્વોરન્ટાઈનમાં છે, જ્યારે 15,465 સંસ્થાત્મક ક્વોરન્ટાઈનમાં છે. આજ સુધી 2,40,145ની તપાસ કરાઈ છે. 2,12,621ના નમૂના નેગેટિવ આવ્યા છે, જ્યારે 27,524ના નમૂના પોઝિટિવ આવ્યા છે. રાજ્યમમાં 1512 કન્ટેનમેન્ટ ઝોન છે, જ્યારે 14,253 સર્વેક્ષણ ટીમો કાર્યરત છે. 59.04 લાખ લોકોનું સર્વેક્ષણ કરાયું છે. ઘાટકોપરમાં 30 નવા કેસ : દરમિયાન ઘાટકોપરના એન વોર્ડમાં 30 નવા કેસ નોંધાયા હતા, જે સાથે કુલ સંખ્યા 419 થઈ છે. 71 જણને રજા અપાઈ છે, જ્યારે 21નાં મોત થયાં છે. અહીં 226 કન્ટેનમેન્ટ ઝોન છે.

ધારાવીમાં 2 મોત
દરમિયાન ધારાવીમાં 33 નવા કેસ અને 2 નવાં મોત થયાં હતાં, જેને લઈ દરદીઓની સંખ્યા 1061 થઈ છે, જ્યારે 49નાં મોત થયાં છે. માહિમમાં 7 નવા કેસ સાથે 162 દરદીઓ અને 8નાં મોત થયાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો