ભાસ્કર વિશેષ:સિંધુતાઈએ સાચવેલી દીકરીઓને જીવનસાથી મળ્યા

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 મેએ પુણેના કુંભારવળણ ખાતે આ દીકરીઓનાં સામૂહિક લગ્ન સંપન્ન થશે

જીવનભર અનાથોની માઈ તરીકે ઓળખ પામેલાં પદ્મશ્રી ડો. સ્વ. સિંધુતાઈ સપકાળે સાચવેલી નવ દીકરીઓને જીવનસાથી મળી ગયા છે. પુણેના કુંભારવળણ ખાતે મમતા બાલ સદનમાં માઈની આ લાડકી દીકરીઓની હાલમાં જ સગાઈ થઈ હતી. હવે 15મી મેએ લક્ષ્મી લોન્સ મગરપટ્ટા સિટી, પુણે ખાતે તેમનાં સામૂહિક લગ્ન સંપન્ન થશે.આ નવ દીકરીઓનાં લગ્ન ઠાઠમાઠ સાથે સંપન્ન થાય એવાં સપનાં માઈ જોતાં હતાં. આજે તેઓ હયાત નથી, પરંતુ મમતા બાલ સદને તેમનું સપનું વાસ્તવિકતામાં ઉતાર્યું છે.

સંસ્થાએ વિધિવત પૂજાપાઠ સાથે સગાઈનું નિયોજન 1 મેના રોજ કર્યું હતું. ઉપવર છોકરાને વીંટી, સંપૂર્ણ પોશાક, શ્રીફળ આપીને આ સગાઈવિધિ પાર પાડવામાં આવી હતી.પત્રિકાના ગુણો કરતાં બે મનું, બે વિચારોનું જોડાવું મહત્ત્વનું હોય છે. સંબંધમાં પ્રેમ મહત્ત્વનો છે અને પ્રેમ, સમજૂતી, લાગણીઓ હોયત્યાં સંબંધ વધુ ટકે છે. આ ધ્યાનમાં રાખીને સંસ્થાને પોતાની દીકરીને છાજે તેવા જ યોગ્ય ઉપવર છોકરાની શોધ કરી. જોવાનું થઈ ગયા પછી સંબંધિત ઉપવરના પરિવારને આદરપૂર્વક સંસ્થામાં બોલાવીને જોવાનો કાર્યક્રમ લેવાયો.

બેઠકમાં ઉપવર છોકરો અને છોકરી બંનેને સામસામે બેસાડીને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.બંનેએ પોતાને શું ગમે છે અને શું નથી ગમતું તે વિશે જણાવ્યું. આ પછી પસંદગી થવા પર તિલક કાર્યક્રમ પણ પાર પડ્યો. આ સમારંભમાં માઈના પ્રથમ માનસપુત્ર દીપક ગાયકવાડ, કન્યા મમતા સિંધુતાઈ સપકાળ, વિનય સપકાળ, અધિક્ષિકા સ્મિતા પાનસરે, મનીષ જૈન, પૂજા જૈન અને સંસ્થાના સ્ટાફે જહેમત ઉછાવી હતી.

માઈની દુનિયામાં નવ જમાઈનો ઉમેરો : માઈએ અત્યંત વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢીને પોતાનું જીવન જીવ્યાં હતાં. આખરે જેમનું કોઈ નથી તેમના આપણે એવું કહીને તેમણે જીવનમાં અનેકની સેવા કરી. તે જ માઈની9 દીકરીઓને જીવનના જોડીદાર મળ્યા છે. માઈની 9 દીકરી આગામી 15 મેએ લગ્નગ્રંથિથી જોડાશે. હમણાં સુધી 210 જમાઈ, 50 પુત્રવધૂઓની ધમધમતા એક જ કુટુંબની માઈ તરીકે તેઓ ઓળખાતાં હતાં. આ બધાના જીવનને મોટો આધાર મળ્યો. હવે તેમાં વધુ નવ જમાઈનો ઉમેરો થશે.

નવ દીકરીઓ માટે છસ્સો બાયોડેટા
આ નવ દીકરીઓ માટે છસ્સો બાયોડેટા પ્રાપ્ત થયા હતા. તેમાંથી છાનબીન કરીને 30 બાયોડેટા પસંદ કરાયા હતા અને દરેક છોકરાના ઘરે જઈને માહિતીની વિશ્વસનીયતા તપાસવામાં આવી હતી. છોકરાની નોકરી, ઘર, ખેતી, કુટુંબમાં સભ્ય, સંબંધી અને મિતરો વિશે બારીકાઈથી માહિતી મેળવવામાં આવી હતી, જે પછી જ અંતિમ નવની પસંદગી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...