તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પારસમણિ દ્વારા લોકડાઉન પછી હીરા- ઝવેરાતનો વેપાર કઈ દિશામાં જશે તેના સહિત વિવિધ પાસાંઓ પર આગેવાનોના વિચારો જાણવા માટે મહત્ત્વપૂર્ણ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશવિદેશના હીરા- ઝવેરાત વેપાર જગતના આગેવાનો જોડાયા હતા અને મહત્ત્વપૂર્ણ વિચારો પ્રગટ કર્યા હતા.વર્તમાન કપરા સમયમાં દરેક વેપારીઓએ પોતાના માણસોને સાચવવા જોઈએ, એવું એમ. સુરેશ એન્ડ કંપનીના સુરેશભાઈ પેથાણીએ જણાવ્યું હતું. સમીર ડાયમંડના અશ્વિનભાઈ મેહતાએ જણાવ્યું હતું કે જેમ બને તેમ વહેલી તકે કસ્ટમ્સ શરૂ કરી એક્સપોર્ટ શરૂ કરવું જોઈએ.દસાણી બ્રધર્સના સુરેનદ્રભાઈએ જણાવ્યું હતું કે લોકડાઉન ખૂલ્યા પછી સોનાની જ્વેલરી ચાલશે. લોકો ભવિષ્યમાં સોનામાં વધુ રોકાણ કરશે. એમ.ડી.એમ.એ.ના ઉપપ્રમુખ રોહિતભાઈ શાહે જણાવ્યું હતું કે અમેરિકા અને યુરોપની માર્કેટ ચાલશે તો જ ભારતનો વેપાર સારી રીતે ચાલશે.લેબગ્રોન ડાયમંડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના ચેરમન શશીકાંતભાઈ શાહે જણાવ્યું હતું કે નેચરલ હીરાનો વેપાર ચાલશે તો જ સીવીડી હીરાનો વેપાર ચાલશે. મુંબઈ ડાયમંડના કટર્સના પ્રમુખ હેમેન્દ્રભાઇ શાહે જણાવ્યું હતું કે દહિસરના ૬૦૦૦ કારીગરો ફોર્મ ભરીને સૌરાષ્ટ્ર, બિહાર અને યુપીમાં ચાલ્યા ગયા છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.