ભાસ્કર વિશેષ:અભ્યાસક્રમમાં બંધારણીય મૂલ્યોનો સમાવેશ થશે

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ મુદ્દે આજે મંત્રાલયમાં અધિકારીઓની મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન

નાના ઉંમરથી જ બાળકોને સંવિધાનનું મહત્ત્વ સમજાય તે માટે રાજ્યમાં શાળાના અભ્યાસક્રમમાં સંવિધાનિક મૂલ્યોનો સમાવેશ કરવા માટે જોરદાર હિલચાલ શરૂ થઈ છે. આ અંગે મંત્રાલયમાં શુક્રવારે અધિકારીઓની એક મહત્ત્વપૂર્ણ બેઠક છે, જેમાં લેવાયેલા નિર્ણયને આધારે શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ આખરી ફેંસલો લેશે.

વિવિધ સ્તરે આ અંગે વારંવાર માગણી થતી હતી. તેમાં મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગા પ્રદેશાધ્યક્ષ સિદ્ધાર્થ હત્તીઅંબીરેએ ગાયકવાડને મળીને આ અંગે એક આવેદન આપ્યું હતું. શાળા જીવનમાં જ વિદ્યાર્થીઓને સંવિધાનમાંના મૂળભૂત અધિકાર, મૂળભૂત ફરજો અને માર્ગદર્શક ધોરણોની માહિતી અને જ્ઞાન મળે તો ડો. બાબાસાહેબ આંબેડકરના માર્ગે ભારતના સુજ્ઞ નાગરિકો બનવામાં મદદ થશે. આને કારણે 5માથી 10માના અભ્યાસક્રમમાં સમાનતા, બંધુતા, ધર્મનિરપેક્ષતા અને માર્ગદર્શક ધોરણોનો સમાવેશ કરવામાં આવી એવી માગણી ગુરુવારે ગાયકવાડને મળીવે તેમણે કરી હતી. તેમણે આ અંગે આવેદન પણ સુપરત કર્યું હતું. તેમની સાથે મહારાષ્ટ્રના પ્રભારી મનોજ બાગડી, મુંબઈ અધ્યક્ષ રમેશ કાંબળે, ગૌતમ આરતડે, રાજેશ લાડે, રાહુલ સાળવે હાજર હતા.

દરમિયાન ગાયકવાડે આ આવેદનને ગંભીરતાથી લેતાં તેમણે આપેલા આદેશ અનુસાર વિભાગના સીઈઓ ડો. ડી ડી પવારે સર્વ સંબંધિત અધિકારીઓ સાથે લાગતાવળગતા બધાની શુક્રવારે સવારે બેઠક યોજવાનું જણાવવામાં આવ્યું છે. સર્વ સંબંધિતોએ આ બેઠકમાં હાજરી આપવાની રહેશે. આ બેઠકમાં થનારી ચર્ચાની મિનિટ્સ મંત્રી ગાયકવાડની માન્યતા માટે ત્રણ દિવસની અંદર રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે.આથી આગામી શૈક્ષણિક વર્ષથી આ મહત્ત્વપૂર્ણ વિષય અભ્યાસક્રમમાં આવી જાય એવી શક્યતા છે. ખાસ કરીને ગાયકવાડ તેનો ઝડપથી અમલ થાય તે માટે આગ્રહી છે એમ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...