ઘરપકડ:કાલીનામાં યુવાનને લૂંટનારા ગુનેગારો પકડાયા

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાંતાક્રુઝ પૂર્વ કાલીના સીએસટી રોડ પર 24 નવેમ્બરે મધરાત્રે 1.30 વાગ્યે મુસા ગુલામ નબી (20)ની બાઈક આંતરીને તેની મારપીટ કરીને હાથ ફ્રેક્ચર કરી તેનો મોબાઈલ અને રોકડ લૂંટવામાં આવ્યા હતા. વાકોલા પોલીસે આ કેસમાં તપાસમાં ચાર જણની ધરપકડ કરતાં તેઓ રીઢા ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે.આરોપીમાં સતીશ કુંચીકુરવે (28)ની સૌપ્રથમ ધારાવીમાંથી ધરપકડ કરાઈ હતી. તેણે ત્રણ સાગરીતનાં નામ આપ્યાં હતાં, પરંતુ તેઓ સગીર હોવાથી તે અનુસાર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોપી સતીશ તો ધારાવી પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...