તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:પરમવીર સામે આરોપ કરનાર બિલ્ડર સામે છેતરપિંડીનો ગુનો

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાલાસોપારાના આ બિલ્ડરે ACBમાં અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરી

અલગ અલગ આરોપોને લઈને મુશ્કેલીમાં મુકાયેલા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહ, પીઆઈ રાજકુમાર કોથમીરે, નિવૃત્ત સિનિયર પીઆઈ પ્રદીપ શર્મા પાસે બિન-હિસાબી મિલકતો છે એવા ગંભીર આરોપ કરતી ફરિયાદ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)માં નોંધાવનારા વિરારના બિલ્ડર મયુરેશ રાઉત સામે તુલીંજ પોલીસ સ્ટેશનમાં એમઆરટીપી અંતર્ગત બોગસ સીસીને આધારે ઈમારત ઊભી કરીને ગ્રાહકોને વેચી હોવાથી છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.નાલાસોપારા પૂર્વમાં વિજયનગર ખાતે પ્રભાકર ભવન ઈમારત છે. આ ચાર માળની ઈમારતનું બાંધકામ કરવા માટે રાઉતે સિડકોની બનાવટી બાંધકામ પરવાનગીનો ઉપયોગ કર્યો હતો. આ સંબંધે ટેરેન્સ હેન્ડ્રીકીસે મામલો બહાર કાઢ્યો છે.

મહાપાલિકાના અધિકારી અક્ષય મોખરે મેસર્સ પ્રતિભા એન્ટરપ્રાઈઝીસના પ્રોપરાઈટર મયુરેશ રાઉત અને તેમના અન્ય સહયોગીઓ સામે એમઆરટીપી અંતર્ગત ભારતીય ફોજદારી સંહિતાની કલમ 420, 465, 467, 468, 471, 34 સાથે મહારાષ્ટ્ર પ્રાદેશિક નિયોજન નગરરચના ધારા 1966ની કલમ 52, 53, 54 હેઠળ છતરપિંડીનો ગુનો તુલીંજ પોલીસમાં દાખલ કર્યો છે.

રાઉતે પરમવીર પર શું આરોપ કર્યા હતા
મયુરેશ રાઉતે માજી પોલીસ કમિશનર પરમવીર સિંહ, નિવૃત્ત સિનિયર પીઆઈ પ્રદીપ શર્મા અને પીઆઈ રાજકુમાર કોથમીરે સામે બિનહિસાબી માલમતા પ્રકરણે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) પાસે ફરિયાદ કરી છે. પરમવીરે મારી પાસે નાણાંની માગણી કરી હતી એવો પણ રાઉતે આરોપ કર્યો છે. જોકે હવે છેતરપિંડીની ફરિયાદને લીધે રાઉત જ મુશ્કેલીમાં આવી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...