મનુષ્યવધ:મલાડ મકાન દુર્ઘટનામાં ઠેકેદાર પર સદોષ મનુષ્યવધનો ગુનો

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મલાડ-વેસ્ટના માલવણી વિસ્તારમાં 9 જૂને પડી ગયેલા મકાનના માલિક અને ઠેકેદાર વિરુદ્ધ 12 લોકોનાં મોત માટે સદોષ મનુષ્યવધના આરોપ હેઠળ કેસ નોંધાયો છે. આ મામલે પોલીસે આ મકાનની તાજેતરમાં ગેરકાયદે મરામત કરવાના આરોપમાં ઠેકેદાર રમઝાન શેખની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ હાજર કરતાં તેને પોલીસ કસ્ટડી આપવામાં આવી છે.

બીજી તરફ મકાનના માલિક રફિક સિદ્દિકીની પૂછપરછ શરૂ પર સદોષ મનુષ્યવધના આરોપ હેઠળ કેસ નોંધાયો છે.જોઇન્ટ કમિશનર પોલીસ (લો એન્ડ ઓર્ડર) વિશ્વાસ નાગરે- પાટીલે માહિતી આપી હતી કે ચક્રવાત તાઉતે પછી ઠેકેદાર શેખે તાજેતરમાં ઇમારતમાં કેટલાક માળખાકીય ફેરફારો કર્યા હતા. બંને આરોપીઓ સામે આઈપીસીની કલમ 304 (2), 336, 337,338 અને 34 4 હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

ગુરુવારે ઘરના માલિક રફિક શેખ, જે આરોપી પણ છે, તેની પોલીસે પૂછપરછ કરી હતી. રફિક શેખે તેના પરિવારના 9 સભ્યો આ દુર્ઘટનામાં ગુમાવ્યા હતા, ઘટના સમયે તે પોતે ઘરે હાજર નહોતો. ઉલ્લેખનીય છે કે, બુધવારે મોડી રાત્રે શહેરમાં ભારે વરસાદથી ઈમારત તૂટી પડતાં 12 રહેવાસીનાં મોત નીપજ્યાં હતાં, મૃતકોમાંથી આઠ સગીર હતા. કાટમાળમાંથી કુલ 19 વ્યક્તિઓને બહાર કાઢવામાં આવી હતી, જ્યારે આ ઘટનામાં સાત ઘાયલ થયા છે અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...