તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાંડુપનું ડ્રીમ્સ મોલ અગ્નિકાંડ પ્રકરણ:વાધવાન પિતા-પુત્ર સહિત 6 વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 16 કલાક બાદ ભાંડુપના મોલની આગ બુઝાઇ

મુંબઇના ભાંડુપ-વેસ્ટમાં એલ.બીએસ માર્ગ પર આવેલા ડ્રીમ્સ મોલ અને તેના ત્રીજા માળે સનરાઇઝ હોસ્પિટલની આગ 16 કલાક બાદ બુઝાવવામાં ફાયર બ્રિગ્રેડને સફળતા મળી હતી. આ આગ લાગવાના કિસ્સામાં શુક્રવારે થયેલા 11 લોકોનાં મોતનાં મામલે બીએમસીની ફરિયાદ પરથી ભાંડુપ પોલીસ સ્ટેશનમાં શનિવારે અગ્નિકાંડ સંદર્ભે છ લોકો વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો કેસ નોંધવામાં આવ્યો છે. મહાપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર ગ્રાઉન્ડ પ્લસ 3 માળના ડ્રીમ્સ મોલમાં અને આ મોલના ત્રીજા માળે આવેલી અને હાલમાં કોવિડ મહામારીના દર્દીઓ માટેની સનરાઇઝ હોસ્પિટલમાં શુક્રવારે રાતે 11: 59 કલાકે લાગેલી આગ લેવલ 4ની જાહેર કરાઇ હતી. આ આગને શનિવારે બપોરે 3:34 કલાકે બુઝાવી દેવામાં મુંબઇ ફાયર બ્રિગ્રેડને સફળતા મળી હતી.

આગની ઘટના બાદની તપાસમાં બહાર આવ્યું છે કે ડ્રીમ્સ મોલમાં ફાયર એનઓસી નથી. મુંબઇ સેંટ્રલના સિટી સેંટર મોલમાં આગ લાગતા કેટલાક મહિનાઓ પહેલા ફાયર બ્રિગેડે મુંબઇના તમામ મોલ્સમાં ફાયર ઓડિટ હાથ ધર્યું હતું. તે સમયે ઘણા મોલમાં ફાયર સિસ્ટમ મળી ન હતી. ડ્રીમ્સ મોલ પણ તેમનો એક હતો. એમ ફાયર બ્રિગેડના એક અધિકારીએ કહ્યું,મોલમાં લગભગ એક હજાર જેટલી દુકાનો છે. તેમાં રહેલા સામાનને કારણે આગ ઝડપથી ફેલાઇ હતી.

ભાંડુપ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીઓ સામે આઈપીસીની કલમ 304 (સદોષ મનુષ્યવધ) અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું, ‘અત્યાર સુધીની તપાસ દરમિયાન પોલીસને મોલમાં ઘણી ખામીઓ મળી હતી. સલામતી માટે ગેરવહીવટનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ફાયર સેફ્ટી ડિવાઇસની સમયસર તપાસ કરવામાં આવી નથી. તેમણે જણાવ્યું કે એવું પણ જાણવા મળ્યું છે કે મોલમાં 1,108 દુકાનો છે, જેમાંથી લગભગ 40 ટકા બંધ છે અને તે શરૂ નથી.

અધિકારીએ જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં સનરાઇઝ હોસ્પિટલને કોવિડ કેર સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી હતી.આ ઘટનામાં કુલ 11 લોકોના મોત થયા હતા જેમાંથી બે જણના કોરોના કારણે અને ઓછામાં ઓછા 9 દર્દીઓનાં મોત નીપજ્યાં હોવાનું જાણવા મળે છે. 2 જણના મોત કોવિડ-19ના કારણે થયા હોવાનો સનરાઇઝ હોસ્પિટલે દાવો ર્ક્યાં છે.

ભાંડુપ વિસ્તારમાં આવેલા એક મોલમાં લાગેલી ભયાનક આગમાં 11 લોકોના મોત થયા એ મામલે જે 6 લોકો સામે ફરિયાદ નોધાઇ છે એ પૈકી હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (એચડીઆઈએલ)ના પ્રમોટર અને મોલના નિર્દશક રાકેશ વાધવાન, સારંગ વાધવાન, નિકિતા ત્રિહાન (રાકેશ વાધવાનની પુત્રી), હોસ્પિટલના વહીવટદારો અમિત સિંહ ત્રિહાન, દિપક શિર્કે અને સ્વીટી જૈનનું એફઆઈઆરમાં નામ લેવામાં આવ્યું છે. નિકિતા ત્રિહાન હોસ્પિટલની ડિરેક્ટર પણ છે.

15 દિવસમાં અહેવાલ રજૂ કરવાનો આદેશ
આ અગ્નિકાંડ બાબતે મહાપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે ઉપાયુક્ત (આપત્તિ વ્યવસ્થાપન) પ્રભાત રહાંગદળેને તમામ સ્તરે તપાસ કરીને આગામી 15 દિવસમાં અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ ઘટનાની તેમ જ આગના કારણો બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરીને અહેવાલ આપવાનું જણાવ્યું હતું. મોલ તેમ જ સનરાઈઝ હોસ્પિટલને જરૂરી પરવાનગીઓ અને લાયસંસ આપવામાં આવ્યા હતા કે એના સહિત વિવિધ મુદ્દાઓની તપાસ કરવાનું જણાવ્યું છે. જો લાયસંસ ન હોય તો સંબંધિત અધિકારીની જવાબદારી નિશ્ચિત કરવી.

31 માર્ચ સુધી હોસ્પિટલને મંજૂરી હતી
હોસ્પિટલને કોરોના હોસ્પિટલ શરૂ કરવા માટે ગયા વર્ષે શરતો સાથે પ્રોવિઝનલ એનઓસી આપવામાં આવી હતી. બીએમસી વહીવટીતંત્રે ભૂતકાળમાં હોસ્પિટલના સુરક્ષા પગલાઓની તપાસ કરી હતી અને 28 ફેબ્રુઆરી સુધીમાં હોસ્પિટલ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. બાદમાં 31 માર્ચ સુધી મુદતવધારો કરવામાં આવ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો