દમ મારો દમ:સેલિબ્રિટીઓમાં કોકેઈન, ચરસ, ગાંજો, મેફેડ્રોનનો ક્રેઝ નવો નથી

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

આશાસ્પદ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ગયા વર્ષે આત્મહત્યા પછી બોલીવૂડ અને ડ્રગ્સ કનેકશન સામે આવ્યું હતું. આ પછી છેલ્લા એક વર્ષથી બોલીવૂડ અને ડ્રગ્સ કનેકશન સતત ચર્ચામાં છે. શનિવારે ફરી એક વાર આ કનેકશન ખુલ્લું પડ્યું છે. સેલિબ્રિટીઓમાં રેવ પાર્ટીઓ અને ડ્રગ્સ સેવન નવી વાત નથી. સમયાંતરે ડ્રગ્સ સાથે તેમનું કનેકશન બહાર આવતું રહ્યું છે. રેવ પાર્ટીઓમાં એક્સટેસ્સીની ગોળીઓ, કેટામાઈન, ગાંજો, કોકેઈન, હશીશનો મોટે પાયે ઉપયોગ થાય છે. તેમાંથી અમુક રસાયણ લેબમાં તૈયાર કરવામાં આવે છે. અમુક ડ્રગ્સ લીધા પછી તેની અસર ૮ કલાક રહેતી હોય છે. કોકેઈનનો નશો તેના સેવનના પ્રમાણને આધારે ૧૫ મિનિટથી એક કલાક સુધી રહે છે. આ ડ્રગ્સ લીધા પછી એક અલગ જ દુનિયામાં બંધાણી પહોંચી જાય છે. પાર્ટીનો માહોલ ચઢે તેમ ડ્રગ્સનો નશો પણ ચઢતો જાય છે.

૧૯૮૦-૯૦થી રેવ પાર્ટીઓ
૧૯૮૦-૯૦ વર્ષ આસપાસ દુનિયાભરમાં મોટે પાયે રેવ પાર્ટીઓની શરૂઆત થઈ. લંડનમાં થનારી નશીલી પાર્ટીઓને રેવ કહેવાય છે. ભારતમાં હિપ્પીઓએ ગોવામાં આવા પ્રકારની પાર્ટીઓ શરૂ કરી હતી. આ પછી ભારતનાં અનેક શહેરોમાં આવી પાર્ટીઓ સરિયામ કરવામાં આવે છે. હિમાચલનું કુલુ આવી પાર્ટીઓ માટે પ્રસિદ્ધ છે. બેન્ગલોર તો રેવ પાર્ટીઓનું હોટસ્પોટ માનવામાં આવે છે, જ્યારે મુંબઈ, પુણે શહેર પણ રેવ પાર્ટીઓ માટે આગળ છે.

રેવ પાર્ટીઓમાં શું હોય છે
મદહોશ કરનારું સંગીત, બ્લુ અસ્પષ્ટ પ્રકાશ, ગીતોના તાલ પર થિરકતી યુવાની અને જોડમાં દમ મારો દમ આવો માહોલ રેવ પાર્ટીઓમાં હોય છે. ભરપૂર પૈસા ખર્ચ કરવાની તૈયારી અને ક્ષમતા ધરાવતા લોકો આવી પાર્ટીઓ એરેન્જ કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...