વિરોધ:રાજ્યને ફૂલટાઈમ પોલીસ મહાસંચાલક આપવાની કોર્ટમાં માગણી કરવામાં આવી

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અતિરિક્ત કાર્યભાર સંભાળતા સંજય પાંડેને મુદતવધારો આપવાનો વિરોધ

રાજ્યને ફૂલટાઈમ પોલીસ મહાસંચાલક (મહારાષ્ટ્ર ડીજીપી) આપવાની માગણી માટે મુંબઈ હાઈ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં અત્યારે આ પદનો અતિરિક્ત કાર્યભાર સંભાળતા સંજય પાંડેને પદ પરથી હટાવવાની માગણી પણ કરવામાં આવી છે. પાંડે પાસે મહાસંચાલક પદનો હંગામી ચાર્જ છે અને એની જગ્યાએ યોગ્ય પ્રક્રિયા કરીને કાયમીસ્વરૂપી પોલીસ મહાસંચાલકની નિયુક્તી કરવી એવી માગણી અરજીમાં કરવામાં આવી છે. સંજય પાંડે વરિષ્ઠ આઈપીએસ અધિકારી છે.

એપ્રિલ 2021થી તેમના પર રાજ્યના પોલીસ મહાસંચાલક પદનો અતિરિક્ત હંગામી કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. એ હાલ પણ યથાવત છે. હવે પાંડેને પદ પરથી હટાવવા એવી માગણી કરતી આ જનહિત અરજી એડવોકેટ દત્તા માનેએ મુંબઈ હાઈ કોર્ટમાં દાખલ કરી છે. રાજ્યના પોલીસ મહાસંચાલકની નિયુક્તી કરવાની એક પ્રક્રિયા હોય છે. એ અનુસાર અત્યારે પાંડે રાજ્યના હંગામી પોલીસ મહાસંચાલક છે. તેમને હંમેશ રાખવા એક પ્રક્રિયા હોય છે. રાજ્યના 108 વરિષ્ઠ અધિકારીઓના નામ કેન્દ્રિય લોકસેવા આયોગ પાસે (યુપીએસસી) મોકલવા પડે છે.

યુપીએસસી તરફથી એમાંથી 3 વરિષ્ઠ અધિકારીઓના નામ પોલીસ મહાસંચાલક પદ માટે ભલામણ કરવામાં આવે છે. એમાંથી ફૂલટાઈમ મહાસંચાલકની નિયુક્તી થાય છે. આ પ્રક્રિયા રાજ્યના પોલીસ મહાસંચાલક નિમવા બાબતે પણ પૂરી થયેલી છે. એના માટે યુપીએસસી તરફથી 3 વરિષ્ઠ અધિકારીઓ હેમંત નગરાળે, કે. વેંકટેશન અને રજનીશ શેઠના નામ પોલીસ મહાસંચાલક તરીકે સૂચવવામાં આવ્યા છે.

જોકે હજી કાયમીસ્વરૂપી પોલીસ મહાસંચાલક નિમવામાં આવ્યો ન હોવાથી સંજય પાંડેને રાજ્ય સરકાર જૂન 2022 સુધી મુદતવધારો આપશે એવી ચર્ચા છે. તેતી તેમને પદ પરથી હટાવીને યુપીએસસીએ ભલામણ કરેલા 3 અધિકારીઓમાંથી એકની ફૂલટાઈમ મહાસંચાલક તરીકે નિમણુક કરવી એવી માગણી અરજીમાં કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...